ઉત્તરપ્રદેશના  ભાજપ વિધાયક બુક્કલ નવાબ કહે છે અનોખી વાતઃ હનુમાનજી મુસ્લિમ હતા…

0
851

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હનુમાન દલિત હતા એવું એમના વકતવ્યમાં કહ્યું હતું. હવે ભાજપના યુપીના વિધાયક બુક્કલ નવાબ કહે છેકે, બજરંગબલી હનુમાન મુસ્લિમ હતા..તેમણે કહ્યું હતું કે, હનુમાનજી આખા વિશ્વના હતા.તેઓ  દરેક ધર્મના છે, તેઓ દરેક મજહબના છે. તેઓ દરેક ધર્મના લોકોના વહાલા હતા. જયાં સુધી મારું માનવું છે ત્યાં સુધી હનુમાનજી મુસલમાન હતા. અમારા ઈસ્લામ ધર્મમાં જે રીતે નામ રાખવામાં આવે છે તેવું જ તેમનું નામ હતું. ઉદાહરણ તરીકે, રહેમાન, રમજાન , ફરમાન, જીશાન . તેમણે વધુમાં કહ્યું હતું કે, હનુમાનજીના નામ સાથે સામ્ય ધરાવતા નામો મુસલમાનોમાં જ જોવા મળે છે.