ઉત્તરપ્રદેશના બારાબંકીની પ્રચાર- સભામાં રાહુલ ગાંધીએ સપા- બસપાની સખત ટીકા કરી..

0
942
REUTERS

 

REUTERS

લોકસભાની ચૂંટણીના ચાર તબકકા પૂર્ણ થઈ ગયા છે. હવે આગમી 6જૂને પાંચમા તબક્કાનું મતદાન યોજાવાનું છે. રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર છે. સમગ્ર દેશના રાજયોમાં  ચૂટણીની ઉત્તેજનાનો માહોલ છે્. ઉત્તરપ્રદેશના બારાબંકીમાં રાહુલ ગાંધીએ પોતાના વકતવ્યમાં સપા- બસપાની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી બસપા અને સપા પર દબાણ લાવી શકે એમ છે. આથી આ બન્ને પક્ષો  તેમનાથી ડરે છે. સપા- બસપાના નેતાઓ મોદીની વિરુધ્ધ કશું બોલી શકતા નથી. તેઓ ભયભીત છે, તેમને મોદીનો ડર લાગે છે. ને માત્ર કોંગ્રેસ જ એક એવો રાજકીય પક્ષ છે કે જે કોઈનાથી ગભરાતોનથી અને પોતાને જે સાચું લાગે તે હિંમતથી કહી દે છે. આમ પણ સપા- બસપાએ કોંગ્રેસને તેમના મહાગઠબંધનમાંથી બાકાત રાખ્યો હતો. આથી હવે પરસ્પર એકમેક સામે આરોપ અને આક્ષેપનો દોર ચલાવીને આ પક્ષો મતદારોને રિઝવવાનો  પ્રયાસ કરી રહ્યા છે. પબ્લિક અસલી નકલીનો ભેદ જાણે છે, 23મી મેના રજૂ થનારા પરિણામો દૂધનું દૂધ અને પાણીનું પાણી -સાબિત કરી આપશે. લોકતંત્રમાં લોકમત જ સર્વોપરી હોય છે, 23મી મે હવે દૂર નથી!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here