ઉત્તરપ્રદેશના પીલી ભીંત જિલ્લાના સાંસદ  વરુણ ગાંધીએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, પીલી ભીંત વિસ્તાર કોરોનાથી મુક્ત થઈ  ગયો છે.. 

 

        4 ઓગસ્ટના પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ પ્રમાણે, હવે પીલી ભીંત જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી નથી. આ વિસ્તાર હવે કોરોનાથી મુક્ત થયો છે. સ્થાનિક સાંસદ વરુણ ગાંધીએ આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલમાં તો પરિસ્થિતિ કાબૂમાં છે. કોરોનાનું સંક્રમણ ધરાવતી કોઈ વ્યક્તિ અત્યારે આ વિસ્તારમાં નથી. પરંતુ લોકોએ એ માટે સાવચેત રહેવાનું છે કે જેથી આ સ્થિતિ કાયમ માટે રહે. વરુણ ગાંધીએ કોરોનાથી પ્રભાવિત લોકોને અનેક પ્રકારે સહાય કરી હતી. તેઓ  સતત લોકોને મદદ કરતા રહ્યા હતા. કોરોના ની બીજી ભીષણ લહેર દરમિયાન તેમણે અનેક પ્રકારના પગલાં લેવા માટે પહેલ કરી હતી. કોરોનાની ગાઈડલાઈન નું પૂરેપૂરું પાલન થાય તેની તકેદારી રાખી હતી.