ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં 11 વરસની બાળકી સાથે ગેન્ગ રેપની ઘટના

0
800
Reuters

કઠુઆ ગેન્ગરેપ, ઉન્નાવ ગેન્ગ રેપ બાદ હવે ગાઝિયાબાદમાં 11 વરસની બાળકી પર એક મૌલવી સહિત ત્રણ-ચાર જણાએ બળાત્કારનું દુષ્કૃત્ય કર્યું હોવાની ઘટના જાણવા મળી હતી. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાજીપુરમાંથી એક 10-11 વરસની ઉંમરની બાળકી ગુમ થઈ ગઈ હતી. તે અંગેની ફરિયાદ બાદ પોલીસે ગાઝિયાબાદની એક મદરેસામાં તપાસ કરતાં ત્યાથી બાળકી મળી આવી હતી. પોલીસે મદરેસાના મૌલવીની ઘરપકડ કરી હતી. બાળકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. આ અંગે આમ જનતામાં ભારે આક્રોશ હોવાને કારણે પોલીસતંત્રે મૌલવી સામે પોક્સોની કલમ હેઠળ અપરાધ નોંધ્યો હતો. બાળકીના કુટુંબીજનો કહે છે કે, મૌલવીના ઈશારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીને મૌલવીએ ચાર દિવસ સુધી મદરેસામાં કેદ કરી રાખી હતી. ઉપરોકત ઘટનાને કારણે લોકોમાં રોષની લાગણી પ્રવર્તે છે. હિંદુ સંગઠનો ગાઝિયાબાદમાં વિરોઘના દેખાવો યોજી રહ્યા છે અને  ગેન્ગ રેપના અપરાધીઓને સખત સજા કરવાની માગણી કરી રહ્યા છે.