ઉત્તરપ્રદેશના અમેઠીની સાથે સાથે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ લોકસભાની ચૂંટણી લડશે..

0
646
REUTERS

REUTERS

2014ની લોકસભાની ચૂંટણીમાં બહુ સાંકડી સરસાઈથી જીત મેળવનારા તેમજ કોંગ્રેસના વડાપ્રધાન પદના ઉમેદવાર રાહુલ ગાંધી કદાચ અમેઠીમાં પોતે જીતી શકશે કે નહિ , એ બાબત શંકા સેવી રહ્યા છે. ભાજપનાં તેજતર્રાર નેતા તેમજ પ્રભાવશાળી વકતા અને કાર્યદક્ષ પ્રધાન સ્મૃતિ ઈરાની અમેઠીમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાહુલને ભય છે કે જો સ્મૃતિ ઈરાની જનમતને પોતાના પક્ષમાં લઈ લે તો પોતાની હાર નક્કી છે..વળી અમેઠીમાં સંસદસભ્ય તરીકે તેમનું યોગદાન નોંધપાત્ર નથી. જયારે સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં અનેક જન- કલ્યાણના કામો કર્યાં છે. અમેઠીની

જનતામાં પણ તેઓ પરિચિત છે. તેમની પ્રચાર-સભામાં લોકોની ભીડ ઉમટે છે. તેમને સાંભળવા તેમજ તેમના રજૂ કરેલા મુદા્ઓને જાણવા-

સમજવા માટે સામાન્ય જનતા આતુર રહે છે. કેરળની બેઠક એની સરખામણીમાં સરળ છે. કોંગ્રેસ નામ અને દામથી આ બેઠક જીતવાની કોંગ્રેસને સંભાવના દેખાઈ રહી છે. હવે કોણ કયાંથી જીતશે, કે હારશે એ તો 23મી  મેના જ ખબર પડશે..બાકી સહુ સહુનું ગણિત માંડ્યા કરે, પરદો ખુલશે એટલે સત્ય પ્રગટ થશે..