ઉત્કૃષ્ટ સાંસદનું સન્માન મેળવતા સાંસદ હુકુમ દેવ નારાયણ કહે છેઃ ના મારાે બાપ ઉત્કૃષ્ટ, ના મારી મા ઉત્કૃષ્ટ …તો પછી મને કેવી રીતે ઉત્કૃષ્ટ સાંસદનું બહુમાન મળ્યું?

0
917

 

Facebook

તાજેતરમાં સંસદમાં 2013થી 2017 સુધી સંસદમાં નોંધપાત્ર અને ઉચ્ચ પ્રકારની કામગીરી બજાવનારા સંસદ સભ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના સાંસદ અને પોતાની તળપદી ભાષા અને વાકપટુતા માટે જાણીતા સંસદ સભ્ય હુકુમ દેવ નારાયણે પોતાના સન્માન માટે ઉપરોક્ત પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સમ્માનિત થયા બાદ એ અંગે આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, મારા આખા ખાનદાનમાં કોઈ ઉત્કૃષ્ટ નથી. અમે બધા તો સાદાસીધા અને સામાન્ય લોકો છીએ. મારા પર કોઈએ અનુગ્રહ કે અનુકંપા કર્યા નથી. મારી પાસે સાથ સહકાર આપનારું કોઈ નથી. કોઈ મહાનુભાવનું નાંમ પણ મારી પાસે નથી, તો પછી મારા  જેવી વ્યક્તિને ઉત્કૃષ્ટ સાંસદનું બહુમાન મળે કેવી રીતે? તેમણે લાગણીવશ સ્વરે કહ્યું હતું કે, મને આ સન્માન માટે પસંદ કરવાર વ્યકિતનો હુ આભાર માનું છું. મેં રાજકારણમાં આવીને બહુ કામ કર્યું છે. સમાજ માટે મેં અનેક વાર લડાઈ અને સંઘર્ષ કર્યો છે. ઠોકરો ખાધી છે, અપમાનો સહન કર્યા છે. મારી પત્ની પણ વરસોથી રાજકારણના ક્ષેત્રમાં સક્રિય છે. તે મને વારંવાર પૂછતી હતી કે, મને આ સન્માન કયારે મળશે? હું એને આશ્વાસન આપતાં કહેતો કે, હું કોશિશ કરીશ. મારી અને મારા પત્નીની જોડી શિવ- પાર્વતીની જોડીના જેવી છે. અમે પરસ્પર વાતો કરીએ છીએ, વિચારોની આપ- લે કરીએ છીએ.