ઉતરાખંડને કોરોના વાયરસથી બચાવી રહી છે આયુર્વેદિક કીટ

 

દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં સતત કોરોના વાઇરસનાં દર્દીઓનો રિકવરી રેટ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલ આર્યુવિજ્ઞાન વિભાગની સાથે મળીને કામ કરી રહ્યું છે. આયુર્વેદ વિભાગ પાંચ લાખ લોકોને આયુષ કિટ આપવાનું આયોજન કરી રહી છે. અપર સચિવ આનંદ સ્વરૂપનું કહેવું છે કે, લોકોની ઇમ્યુનિટી વધારવા માટે આયુષ કિટ વહેંચવામા આવી રહી છે. તેના કારણે લોકોની તબિયતમાં સુધારો આવશે અને કોરોના સાથે બીજી બિમારીઓથી પણ દુર રહેશે. આયુર્વેદ વિભાગ સતત આયુષ કિટ બનાવી રહ્યું છે. આયુર્વેદ વિભાગ ઇમ્યુનિટી બૂસ્ટર કિટને પાંચ લાખ લોકો સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે કામ કરી રહ્યું છે, જેથી ઉતરાખંડમાં દર્દીઓની સંખ્યા ઘટાડી શકાય. કોરોના મહામારી સામે લડવા માટે આયુર્વેદ વિભાગ તરફથી બનાવાઇ રહેલી આયુષ કિટમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વધારતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમા ખાસ પ્રકારનો ઉકાળો, આયુર્વેદિક ગોળીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હળદરવાળું ગરમ દુધ અને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. આયુષ કિટને કોરોના વોરિયર્સ સુધી સૌથી પહેલા પહોંચાડવામાં આવી છે