ઉડતા ગુજરાતઃ મુન્દ્રા બાદ દ્વારકામાંથી ૩૫૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડાયું

 

દ્વારકાઃ હજુ થોડા સમય પહેલાં પંજાબ ડ્રગ્સ માટે બદનામ હતું. સરહદ પારથી પંજાબમાં ડ્ર્ગ્સ ઠલવાતું હતું જે બાદમાં આખાય દેશમાં પહોંચાડવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત ડ્રગ્સ માટે સેફ પેસેજ બનવા માંડ્યું છે. હજુ થોડા સમય પહેલાં જ મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. બુધવારે એજન્સીઓએ દેવભૂમિ દ્વારકામાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બનવા લાગ્યો છે. દરિયા માર્ગેથી ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાયો છે. અહીં દેવભૂમિ દ્રારકાના દરિયા કિનારેથી દરિયાઈ માર્ગેથી આવતું ૬૬ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સની આંતરાષ્ટ્રીય કિંમત અંદાજે ૩૫૦ કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો ૬૬ કિલો છે. જેમાં ૧૬ કિલો હેરોઈન અને ૫૦ કિલો એમડી ડ્રગ્સ છે. 

દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે. ખંભાળિયા નજીકથી રૂપિયા ૩૫૦ કરોડનું ૬૬ કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ખ્વ્લ્, ન્ઘ્ગ્ અને લ્બ્ઞ્ની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. વાડીનાર નજીકથી એક આરોપીને ૧૪ થી ૧૫ કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા ૭૦ કરોડ હોવાનું માનવામાં આવે છે. જોકે, કુલ ૬૬ કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત ૩૫૦ કરોડનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બુધવારે દ્વારકામાં ડ્રગ્સ સાથે ૩ આરોપીની ધરપકડ કરી હતી, તેઓની પૂછપરછના આધારે બે આરોપી સલીમ અને અલી ના ઘરે મોડી રાત્રે સર્ચ કરાઈ હતી, જેમાં વધુ ૪૬ કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. 

અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં મુંદ્રામાંથી અંદાજીત રૂપિયા ૨૧ હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું.  ૨૧ હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપરાંત શંકાસ્પદ કન્ટેનરો અંગે પણ ફ્ત્ખ્એ તપાસ શરૂ કરી છે. ઝ઼ય્ત્એ ૨૧ હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં ફ્ત્ખ્ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ અફઘાનિસ્તાનથી આવતા અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કમ સ્ટોન્સના માલની આડમાં હેરોઈનની જપ્તી સાથે સંબંધિત છે, જે ઈરાનના અબ્બાસ બંદરેથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું.

ગુજરાતનો દરિયાકિનારો નશાખોરીનું હબ બન્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતના દરિયાકાંઠેથી અવારનવાર મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતનો દરિયા કિનારો નશાખોરીનો હબ બની રહ્યું છે, અને રાજ્યની ભાજપ સરકાર બેરોજગાર યુવાનોને રોજગારી આપવાને બદલે નશાખોરી આપી રહી હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત