ઉઠા લે રે, દેવા ઉઠા લે ..- સફળ હાસ્ય- ફિલ્મ હેરાફેરીની ત્રિપુટી ફરીથી આવી રહી છે..  પ્રેક્ષકોનું મનોરંજન કરવા, તેમને પેટ પકડીને હસાવવા..

 

  પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને અક્ષયકુમારના અભિનયવાળી ફિલ્મ હેરાફેરીએ ટિકિટબારી પર સફળતા મેળવી હતી. એટલું જ નહિ, એ પ્રેક્ષકોને એટલી તો ગમી ગઈ હતી કે, તેઓ વારંવાર એ ફિલ્મ જોવા જતા હતા. બાબુ ભઈયાનો રેાલ ભજવનારા પરેશ રાવલ અને તેમના સાથીદારો તરીકે સુનીલ  શેટ્ટી અને અક્ષયકુમાર- આ ત્રણ જણાની ટોળકીએ તો પ્રેક્ષકોને જાણે હાસ્યરસમાં ગરકાવ કરી દીધા હતા.ફિરોજ  નડિયાદવાલાની ફિલ્મના બેનર હેઠળ તેમજ પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી  આ ફિલ્મે  અનેક વિક્રમ સજર્યા હતા. ગુજરાતી તખ્તાના પ્રતિષ્ઠિત નિર્માતા- નિર્દેશક અને લેખક નીરજ વોરાએ ફિલ્મની કથા લખી હતી. ત્યારબાદ આવેેલી હેરાફેરી ની સિકવલ – ફિર હેરાફેરી પણ ટિકિટબારી પર સફળ થઈ હતી. તેનું નિર્દેશન ખુદ નીરજ વોરા એ કર્યું હતું. સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, હેરાફેરીના ત્રણે અભિનેતાએઓને પેશ કરતી હેરાફેરી ફિલ્મનો ત્રીજો ભાગ ટૂંકસમયમાં આવી રહ્યો છે. એની સ્ક્રીપ્ટ પર કામ ચાલી રહ્યું છે. નીરજ વોરાનું બે વરસ પહેલાં દુખદ અવસાન થયું છે. હવે હેરાફેરીના 3જા ભાગનું નિર્દેશન કોણ કરશે એ નક્કી કરવામાં આવ્યું નથી, પણ હેરાફેરી જો અગાઉના બધા કલાકારોને પેશ કરતી હશે તો પ્રેક્ષકો ફિલ્મને  જરૂર પસંદ કરવાના એવું માનવામાં આવી રહ્યું છે.