ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો , ૧૦ મિનિટમાં ૧૧.૦૧ લાખ દીવા પ્રગટાવ્યા 

 

 

ઉજ્જૈનઃ ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે . ૧૦ મિનિટમાં ૧૧ લાખ ૭૧ હજાર ૭૮ દીવા પ્રગટાવવામાં આવ્યા . આ દીવા ૧૪૦૦૦ લોકોએ પ્રગટાવ્યા . આ પહેલા દીવાળી પર અયોધ્યામાં ૯ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં . અહીં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પાંચ સભ્યોની ટીમ પણ ઉપસ્થિત રહી . કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે તેની જાહેરાત પણ કરી દીધી છે . મહાશિવરાત્રિ નિમિત્તે ઉજ્જૈન નગરી ફાલ્ગુનમાં દીવાળી જેવો ઝગમગાટ જ ોવા મળ્યો . અહીં શિવ જ્યોતિ અર્પણમ મહોત્સવ શરૂ થયો . સાયરન વાગ્યા બાદ સ્વયંસેવકોએ દીવા પ્રગટાવવાનું શરૂ કર્યું . સૌથી પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્ની સાધના સિંહ સાથે ૧૧ દીવા પ્રગટાવ્યા . અહીં ૫ ડ્રોનથી નજર રાખવામાં આવી . રામઘાટથી લઇને ભૂખી માતા ઘાટ સુધી લોકોની ભીડ જમા રહી . ઉજ્જૈનમાં આતશબાજી પણ કરવામાં આવી . સીએમ શિવરાજ સિંહ , તેમના પત્ની સાધના સિંહ અને મંત્રી મોહન યાદવે નૌકા વિહારનો લ્હાવો પણ લીધો . સવારે ૩ વાગ્યાથી જ મહાકાલ મંદિરના પટ ખોલી દેવામાં આવ્યા હતાં . સૌથી પહેલા ભસ્મ આરતી થઇ . તેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થયા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here