ઉજ્જૈનના મહા કુંભ મેળામાં 12 કરોડ લોકો આવશેઃ મધ્ય પ્રદેશ સરકારની જાહેરાત

Devotees take a holy dip at Sangam, the confluence of the Ganges, Yamuna and Saraswati rivers, during "Kumbh Mela", or the Pitcher Festival, in Prayagraj, previously known as Allahabad, India, January 14, 2019. REUTERS/Danish Siddiqui

ભોપાલઃ વર્ષ ૨૦૨૮માં ઉજ્જૈન કુંભ મેળામાં લગભગ ૧૨ કરોડ લોકો ભાગ લે તેવી સંભાવના મધ્ય પ્રદેશ સરકારે વ્યક્ત કરી છે. જેને ધ્યાને લઇને ક્ષિપ્રા નદીની સફાઇ અને પાણીના પ્રવાહને ચકાસવા માટે સ્ટોપ ડેમ બનાવવા જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ઉજ્જૈનમાં મુખ્ય પ્રધાન મોહન યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અધિકારીઓને મેળાના આયોજન માટે વિવિધ કામો શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. એક સત્તાવાર જાહેરાત પ્રમાણ એક અંદાજ મુજબ ૨૦૨૮ સિંહસ્થ (કુંભ મેળો અથવા મેળો)માં લગભગ ૧૨ કરોડ ભક્તો ભાગ લેશે, જે ૧૨ વર્ષમાં એકવાર યોજવામાં આવે છે.
ઇન્દોર અને દેવાસમાં વિવિધ સ્થળોએ સ્ટોપ ડેમ બાંધવા નિર્દેશ આપ્યો હતો. નદી પ્રદૂષણથી મુક્ત થાય અને તેનું પાણી ૨૦૨૮ પહેલા પીવાલાયક બને તેમ કહ્યું હતું. મુખ્ય પ્રધાને અધિકારીઓને સંતો અને સાધુઓની સલાહ લીધા પછી કાર્ય યોજના બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્દોરમાં નવ સ્ટોપ ડેમ બાંધવામાં આવશે. નદીના કિનારે જ્યાં સંતો રહે છે તેવા ઘાટોને પ્રાથમિકતાના ધોરણે વિકસાવવામાં આવશે. તેમજ મહાકાલ મંદિર તરફ જતો રસ્તો પહોળો કરવામાં આવે અને વૈકલ્પિક રોડ બનાવવાનું સૂચવાયું હતું તેમ જ મુખ્ય પ્રધાને એક પાવર સ્ટેશન, ભક્તો માટે રહેવાની સુવિધા, એરસ્ટ્રીપના વિસ્તરણ અને વાહન પાર્કિંગની વ્યવસ્થાનો નિર્દેશ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here