ઉચ્ચ રક્તચાપના લાભકારી ઘરેલુ ઉપાય

0
1457
Dr. Rajesh Verma

શરીરમાં રક્ત સંચાલન હૃદય ધમનીઓ દ્વારા થતું હોય છે. જ્યારે રક્ત ધમનીઓમાં જાય છે ત્યારે ધમનીની દીવાલો પણ દબાવ અને સંકુચન કરીને રક્ત સંચાલનમાં સહાયતા કરતી હોય છે. ધમનીની દીવાલો જાડી થઈ જવાથી લચીલાપણું નષ્ટ થઈ જાય. આવા સમયે હૃદયને વધારે શ્રમથી દબાવ આપીને રક્ત સંચાલિત કરવું પડે છે. આવા વધારે પડતા દબાવને ઉચ્ચ રક્તચાપ કહેવાય છે.
બ્લડપ્રેશર વધી જવાથી આવતાં ખરાબ પરિણામો – હૃદયરોગનો હુમલો, હૃદય બંધ પડી જવું, લકવા થઈ જવો, કિડની ખરાબ થઈ જવી, દષ્ટિપટલમાં ખરાબી થઈ જવી, મૃત્યુ.
ઉચ્ચ રક્તચાપનાં લક્ષણો – માથામાં દુખાવો થવો, ગભરામણ થવી, થાક લાગવો, સામાન્ય કરતાં વધારે તેજ હૃદય અને નાડીના ધબકારા હોય, ઉચ્ચ રક્તચાપમાં ઘણી વાર કોઈ લક્ષણ જ દેખાતું નથી, આવું પણ બને છે. 3પ વર્ષની ઉંમર પછી જો ઉચ્ચ રક્તચાપ હોય તો હૃદય, આંખો અને કિડનીની નિયમિત તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે પરિવારમાં કોઈ ઉચ્ચ રક્તચાપના રોગી હોય, કે પછી આપ તનાવપૂર્ણ જીવન જીવી રહ્યા હોવ ત્યારે નિયમિત હૃદય, આંખો અને કિડનીની તપાસ કરાવવી જોઈએ.
ઉચ્ચ રક્તચાપનાં કારણો – કિડનીની ખરાબી, ભાવનાત્મક તણાવ, વ્યસ્તતા, અશાન્તિ, આનુવંશિકતા એટલે કે વંશપરાગત, વધારે વજન – જાડાપણુ કે પછી ધૂમ્રપાન – મદ્યપાન.
ઉચ્ચ રક્તચાપ હોય તો ચિકિત્સકની સલાહ પ્રમાણે નિયમિત ઉપચાર, ભોજન અને વ્યાયામ કરવો જોઈએ. હંમેશાં સંતુલિત અને નિયમિત ઓછા મીઠાવાળો ખોરાક લેવો જોઈએ. યોગાસન (શવાસન) લાભપ્રદ છે. તનાવ, ક્રોધ, અને ચિંતાથી બચવા માટે શાન્તિથી જીવન પસાર કરવું. 3પ વર્ષથી વધારે ઉંમર હોય તો નિયમિત રક્તચાપની તપાસ કરાવતાં રહેવું જોઈએ. દિવસમાં ભોજન લીધા પછી થોડીક વાર સૂઈ જવું જોઈએ. ઉચ્ચ રક્તચાપને ઓછું કરવા માટે દિવસ દરમિયાન એક ગ્રામ કે અડધા ગ્રામ જેટલું જ મીઠું ઉપયોગમાં લેવું. દર સાતમા દિવસે તરલ ભોજન લેવું અને પાણી વધારે પીવું. નશીલી ચીજોનું સેવન કરવું નહિ.
ચિકિત્સા – ઉચ્ચ રક્તચાપમાં પેટ સાફ રાખવું જોઈએ. પેટ સાફ કરવા માટે લીંબુ પાણી, ઇસબગોલ, આમળાંનો રસ, અંકુરિત મગ, મઠ, ચણા, સલાડ વગેરેનું જરૂરથી સેવન કરવું જોઈએ.
ઉપવાસ – આ રોગમાં ઉપવાસ લાભદાયક છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસમાં ફળ કે શાકના રસ લેવા જોઈએ.
તમાકુ, કોફી, ચા કે માંસાહાર રક્તચાપમાં નુકસાનકર્તા છે.
શવાસન – સીધા સૂઈ જવું. હાથ પગ સીધા રાખવા, એડીઓ ભેગી રહે તે રીતે અને આંખો બંધ કરીને શરીરને બિલકુુલ ઢીલું છોડી દેવું અને વિચારવાનું બંધ કરી દેવુ. પૂરું ધ્યાન શ્વાસ લેવા પર આપવું અને શ્વાસ ધીરે ધીરે લેવો. આમ કરવાથી પાંચ મિનિટમાં જ શાન્તિ અને તાજગી લાગશે.
દૂધી -દૂધીનો રસ અડધો કપ લઈ તેમાં થોડું પાણી મિક્સ કરી ત્રણ વાર નિયમિત પીવાથી લાભ થાય છે.
લીંબુ – હૃદયની કમજોરી દૂર કરવા માટે લીંબુમાં વિશેષ ગુણ હોય છે. તેનો નિરંતર પ્રયોગ કરવાથી રક્તવાહિનીઓમાં લચક અને કોમળતા આવે છે. એટલે હાઈ બ્લડપ્રેશર જેવા રોગને દૂર કરવામાં લીંબુ બહુ ઉપયોગી છે. તેનાથી વૃદ્ધાવસ્થા સુધી હૃદય શક્તિશાળી રહે છે. અને હાર્ટ ફેલ થવાનો ભય રહેતો નથી. બ્લડેપ્રેશર કેટલું પણ હોય જો લીંબુ નિચોવીને પાણી દિવસ દરમિયાન પીતા રહે તો લાભ થાય જ. સવારે એક લીંબુનો રસ ગરમ પાણીમાં મેળવી પીવો ઘણું ફાયદાકારક છે.
સફરજન – હાઈ બ્લડપ્રેશરના દર્દી જો સફરજન ખાય તો ખૂબ જ લાભદાયક છે.
પપૈયું – ઉચ્ચ રક્તચાપના રોગીઓ માટે પપૈયું રામબાણ ઔષધિ છે. ઉચ્ચ રક્તચાપના રોગીએ દરરોજ સવારે એક પપૈયું ખાવું જોઈએ. કેટલાક દિવસોમાં રક્તચાપની પીડા ઓછી થઈ જશે, ઔષધિ માનીને સેવન કરવું જ જોઈએ.
ફુદીનો – ફુદીનો નિમ્ન અને ઉચ્ચ રક્તચાપ બન્નેનું નિયમન કરે છે. એટલે ફુદીનાની ચટણી અને રસનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઉચ્ચ રક્તચાપથી પીડાતા દર્દીએ ફુદીનાનું સેવન ખાંડ અને મીઠા વિના જ કરવું જોઈએ.
ટામેટાં – ટામેટાં પણ રક્તચાપને ઓછું કરે છે. એટલે ટામેટા ખાવા કે પછી તેનો રસ પી શકાય.
આમળાં – ઉચ્ચ રક્તચાપ, રક્તની ગરમીમાં આમળાંનો મુરબ્બો દરરોજ સવારે ખાવાથી લાભ થાય છે. આમળાં રક્ત શુદ્ધિ કરે છે.
કાકડી – કાકડીમાં પોટેશિયમ તત્ત્વ બહુ હોવાથી કાકડીનો રસ ઉચ્ચ અને નિમ્ન બન્ને પ્રકારના રક્તચાપમાં ફાયદો આપે છે.
બટાકા – બટાકા રક્તચાપને સામાન્ય બનાવવામાં લાભ કરે છે. પાણીમાં મીઠું નાખી બટાકા બાફવા જોઈએ. બટાકાની છાલમાં મીઠું ઓછું હોય છે અને બટાકામાં ખારાશ ઓછી આવે છે. બટાકામાં મેગ્નેશિયમ હોવાથી રક્તચાપને ઓછું કરે છે.
પેઠા – પેઠા ઉચ્ચ રક્તચાપથી બચાવે છે.
અરબી – ઉચ્ચ રક્તચાપ અરબી ખાવાથી ઓછી થાય છે.
ટિન્ડા – ઉચ્ચ રક્તચાપને ટિન્ડા પણ ઓછો કરે છે. પેશાબ પણ સારી રીતે થાય છે.
ચોખા – લાંબા સમય સુધી ચોખા ખાતાં રહેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, વધતું નથી અને રક્તચાપ પણ ઠીક કરે છે.
માલિશ – નિયમિત રીતે માલિશ કરવાથી બ્લડ પ્રેશરમાં સુધારો આવે છે.
તરબૂચ – તરબૂચનાં બીજના રસમાં એક તત્ત્વ હોય છે, જેને કુરકુર બોસાઇટ્રિન કહેવામાં આવે છે. આ તત્ત્વ રક્તકોશિકા નળીને પહોળી કરે છે અને તેનો પ્રભાવ કિડની પર પડે છે, જેથી ઉચ્ચ રક્તચાપ ઓછો થઈ જાય છે. તરબૂચનાં બીજને છાંયડે સૂકવીને ખાંડી નાખી બે ચમચી લઈ ઊકળતા એક કપ પાણીમાં નાખીને એક કલાક પલાળી રાખી પછી ગાળીને પી જવાથી ઘણો જ ફાયદો થાય છે. આમ દિવસમાં ચાર વાર નિયમિત કરવું. તરબૂચનો રસ પીવાથી લાભ થાય છે.
ગાજર – ગાજરનો રસ 310 ગ્રામ અને પાલકનો રસ 1રપ ગ્રામ મેળવી નિયમિત પીવાથી દરેક પ્રકારનો રક્તચાપ મટે છે.
લસણ- ઉચ્ચ રક્તચાપમાં 6 ટીપાં લસણનો રસ 3 ચમચી પાણીમાં મેળવી ચાર વાર પીવું. કાચું લસણ જમ્યા પછી સેવન કરવાથી પણ લાભ મળે છે.
ચોળી – ચોળીનો રસ રક્તચાપ (બ્લડેશર હાઈ કે લો – બન્નેમાં લાભ આપે છે.)
છાશ – છાશથી રક્તચાપ (બ્લડેશર લો કે હાઈ) બન્નેમાં લાભ થાય છે.
મેંદી – ઉચ્ચ રક્તચાપવાળા રોગીએ પગના તળિયે અને હથેળી પર મેંદીના લેપ થોડા થોડા સમયને અંતરે કરવાથી આરામ મળે છે.
મધ – મધ ઉચ્ચ રક્તચાપની સ્થિતિમાં શરીરમાં શામક ભાવ કરીને રક્તવાહિનીઓની ઉત્તેજના ઘટાડી દે છે. આ રીતે ઉચ્ચ રક્તચાપમાં ઘટાડો મધથી થાય છે.
લીમડો – બ્લડપ્રેશરમાં રપ ગ્રામ લીમડાની પત્તીઓનો રસ લેવો લાભદાયક છે.
ત્રિફલા- ત્રિફલા ચૂર્ણ બે ચમચી અને સાકર માટીના વાસણમાં રાત્રે પલાળી દેવુને સવારે ગાળીને પીવાથી ઉચ્ચ રક્તચાપમાં લાભ મળે છે.
રુદ્રાક્ષ – પંચમુખી રુદ્રાક્ષ પહેરવાથી લાભ મળે છે.
ઉપર આપેલા તમામ પ્રયોગ એકદમ નિર્દોષ છે માટે ઉચ્ચ રક્તચાપના દર્દીએ કોઈ પણ એક-બે પ્રયોગ લાંબા સમય સુધી કરવાથી અવશ્ય ફાયદો થાય છે.