ઈસરોએ ચંદ્રયાન-2ની લોન્ચિંગની તારીખ જાહેર કરી દીધી..

0
972
Reuters

અવકાશ- વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન કરતી દેશની અતિ પ્રતિષ્ઠિત સંસ્થા ઈસરોએ ચંદ્રયાન-2ને લોન્ચ કરવાની તારીખની ઘોષણા કરી દીધી છે. ઈસરોના ચેરમેન કે. સિવને ઝમાવ્યું હતું કે, 3 જાન્યુઆરી. 2019ના તેને લોન્ચ કરવામાં આવશે. આ ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવની  નિકટ નિયત સ્થાન પર ઉતરાણ કરશે. ચંદ્રયાન-2નું વજન 600 કિલોગ્રામ વધારવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.