ઈરફાન ખાનની ફિલ્મ બ્લેકમેઈલનું પ્રમોશન ખાન ત્રિપુટી કરશે

0
854

બોલીવુડના અતિ પ્રતિભાસંપન્ન કલાકાર અને નેશનલ એવોર્ડ વિજેતા કલાકાર ઈરફાન ખાન હાલમાં લંડનમાં એમની અસાધ્ય બીમારીની સારવાર લઈ રહ્યા છે. એમના અભિનયવાળી ફિલ્મ બેલેકમેઈલ તાજેતરમાં રજૂ થવાની છે. એટલે આ ફિલ્મના પ્રમોશન માટે ઈરફાન ખાન ઉપલબ્ધ નથી. આવી પરિસ્થિતિમાં ફિલ્મનું  પ્રમોશન કરવા ને માટે બોલીવુડની જાણીતી ખાન ત્રિપુટીએ તૈયારી દર્શાવી હતી. શાહરુખ ખાન, સલમાન ખાન અને આમીર ખાન ઈરફાન ખાનની ફિલ્મના પ્રમોશન કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને એનું પ્રમોશન કરશે. આ ત્રણે કલાકારોએ સાથે મળીને આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.