
અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘુસણખોરી કરનારા વિદેશી લોકોને ઈમિગ્રેશન સેન્ટરમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં સેન્ટરોમાં રહેતા કુલ 48,000 ગેરકાનૂની વસાહતીઓમાંથી આશરે 2200 વ્યક્તિઓ રોગચાળાનો ભોગ બની હતી. આ વસાહતીઓને અનિવાર્ય મેડિકલ ટ્રીટમેન્ટ પણ આપવામાં આવતી નથી. આવા વસાહતીઓ પ્રત્યે માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવે એ આવકાર્ય ગણાય.