

પાકિસ્તાનમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તહરીક એ ઈન્સાફ નામના રાજકીય પક્ષને મહુમતી મળી ગઈ છે. આ તહરિક એ ઈન્સાફ નામની રાજકીય પાર્ટીના વડા તરીકેની કામગીરી ક્રિકેટના ભૂતપૂર્વ કપ્તાન ઈમરાન ખાન સભાળે છે. પાકિસ્તાન તહરિક એ ઈન્સાફના પ્રવક્તા ફવાદ ચૌધરીના જણાવ્યા અનુસાર, ભારતથી પૂર્વ ક્રિકેટર સુનીવ ગાવસકર, કપિલ,નવવજોત સિંહ સિધ્ધુ, તેમજ બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા આમિરખાનને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ અગાઉ એવા સમાચાર વહેતા મૂકાયા હતા કે ઈમરાન ખાનની તાજપોશીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પાછળથી આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તો માત્ર અફવા છે. હકીકતમાં રાજકીય ક્ષેત્રે કોને કોને આમંત્રણ આપવું, કયા કયા રાષ્ટ્રના વડાઓને નિમંત્રિત કરવા તે અંગે પાકિસ્તાનના વિદેશ વિભાગ વિચારણા કરી રહ્યો છે. સાર્કના સભ્ય દેશોના વડાઓને આમંત્રણ આપવા બાબત પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.