
નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબદુલ્લાએ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા રાખેલા શાંતિ પ્રસ્તાવ અંગે પોતાની નિજી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ઈમરાન ખાનના શાંતિ પ્રસ્તાવનો ભારતે સકારાત્મક પ્રતિભાવ આપવો જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા સ્થપાય એ ઉપમહાદ્વીપ માટે અત્યંત જરૂરી છે. બન્ને દેશો વચ્ચે સતત મૈત્રી સંબંધ વધતો રહેવો જોઈએ. બન્ને દેશોના પારસ્પરિક મૈત્રી સંબંધો જ કાશમીરનો મુદો્ ઉકેલવામાં સહાયરૂપ થશે.