ઈબોલાની દવા કોરોના સામે ઉપયોગી નીવડે તેવી શક્યતાઃ અભ્યાસ

 

લંડનઃ ઈબોલાની સારવાર માટે બનાવવામાં આવેલી એક એન્ટીવાયરલ દવાના પ્રયોગોથી સંકેત મળ્યા હતા કે તેનો ઉપયોગથી કોરોના વાઇરસની સારવાર કરી શકાશે. જિલીડ કંપનીની પ્રાયોગિક દવા આપવાથી કોવિડ-૧૯ના ગંભીર દર્દીઓના એક સમૂહના અડધાથી વધુ દર્દીઓમાં સુધારો જોવા મળ્યો હતો, એમ ડોક્ટરોએ કહ્યું હતું. ૫૩ લોકો પર આ દવાનું પરિક્ષણ કરાયું હતું પણ તેમાં સરખામણી માટેનું કોઈ ગ્રુપ ન હતું તેના કારણે દવાની અસરકારકતાના અવરોધો જાણી શકાયા ન હતા. શોધના પરિણામ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીન સામાયિકમાં પ્રકાશિત કરાયા હતા. શોધકોએ કહ્યું હતું કે અડધાથી વધુ દર્દીઓની સ્થિતિમાં સુધારો થયો હતો પણ તે પૈકી ૭નાં મૃત્યુ થયા હતા. ભૂતકાળમાં અન્ય કોરોના વાઇરસ પર જિલીડ સાયન્સની દવાઓની અસર જોવા મળી હતી. ઓછામાં ઓછા પાંચ મોટા અભ્યાસોમાં આ એન્ટીવાયરલ દવાનું પરિક્ષણ કરાઈ રહ્યું છે.