ઈન્દોર ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ૧૮માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન

 

ઈન્દોર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં ૧૭મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ‘સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયે’ની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવાસી ભારતીયોનું યોગદાન’ વિષય પર સૌ પ્રથમ ડિજિટલ પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વખતના પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો વિષય ‘ડાયસ્પોરા: અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે ભરોસાપાત્ર ભાગીદારો’ છે. પ્રવાસી ભારતીય દિવસ સંમેલન માટે આશરે ૭૦ વિવિધ દેશોમાંથી ૩,૫૦૦થી વધારે પ્રવાસી ભારતીય સભ્યોએ નોંધણી કરાવી છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યુંં હતું કે, પ્રવાસી ભારતીય દિવસ અનેક રીતે વિશેષ છે, કારણ કે ભારતે તેની આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર સૌ પ્રથમ ડિજિટલ પીબીડી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગૌરવશાળી યુગને ફરી એકવાર આગળ લાવે છે. અમૃત કાલની આગામી ૨૫ વર્ષની સફરમાં પ્રવાસી ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. 

સમગ્ર વિશ્ર્વને પોતાનો દેશ ગણવાની અને માનવતાને આપણાં ભાઈઓ અને બહેનો તરીકે ગણવાની ભારતીય ફિલસૂફીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા પૂર્વજોએ ભારતનાં સાંસ્કૃતિક વિસ્તરણનો પાયો નાંખ્યો. આજની દુનિયા વિશે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીયોએ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ વચ્ચે રહીને દુનિયાના તમામ વિસ્તારોમાં પ્રવાસ કર્યો છે અને છતાં વ્યાવસાયિક ભાગીદારી મારફતે સમૃદ્ધિનાં દ્વાર ખોલવાનો માર્ગ શોધી કાઢ્યો છે. આપણે વૈશ્ર્વિક નકશા પર કરોડો પ્રવાસી ભારતીયોને જોઈએ છીએ, ત્યારે એક સાથે અસંખ્ય છબીઓ પ્રગટ થાય છે, જે ‘વસુધૈવ કુટુમ્બકમ્ા્’નું ચિત્ર રજૂ કરે છે અને જ્યારે કોઈ પણ વિદેશી ધરતી પર બે પ્રવાસી ભારતીયો મળે છે, ત્યારે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના પ્રગટ થાય છે. દરેક પ્રવાસી ભારતીયને ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે ઓળખાવે છે, કારણ કે જ્યારે વિશ્ર્વ તેમનાં પ્રદાનનું મૂલ્યાંકન કરે છે, ત્યારે તેઓ શક્તિશાળી અને સક્ષમ ભારતના અવાજનો પડઘો પાડે છે. તમે ભારતના વારસાના, મેક ઇન ઇન્ડિયાના, યોગ અને આયુર્વેદના, ભારતના કુટિર ઉદ્યોગો અને હસ્તકળાના રાષ્ટ્રદૂત છો. 

વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રવાસી ભારતીયોએ ભારત વિશે વધારે જાણકારી મેળવવાની વિશ્ર્વની ઇચ્છા પૂર્ણ કરવામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરવાની છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્ર્વ ભારતને ખૂબ જ ઉત્સુકતા સાથે જોઈ રહ્યું છે તથા તાજેતરનાં વર્ષોમાં રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. મેક ઇન ઇન્ડિયા રસીનું ઉદાહરણ આપ્યું હતું અને ભારતીયોને ૨૨૦ કરોડથી વધુ મફત ડોઝનાં રસીકરણના રેકોર્ડ આંકડા આપ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ચાલુ વર્ષે જી-૨૦નું પ્રમુખ પદ સંભાળી રહ્યું છે અને આ જવાબદારી સ્થાયી ભવિષ્ય હાંસલ કરવા અને આ અનુભવોમાંથી શીખવા માટે દુનિયાને ભારતના ભૂતકાળના અનુભવોથી વાકેફ કરવાની શ્રેષ્ઠ તક લઈને આવી છે. 

વિશેષ અતિથિઓ કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ મહામહિમ ડો. મોહમ્મદ ઈરફાન અલી અને સુરીનામ પ્રજાસત્તાકના આદરણીય પ્રમુખ મહામહિમ ચંદ્રિકાપર્સદ સંતોખી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર, રાજ્ય કક્ષાનાં મંત્રીઓ મીનાક્ષી લેખી, વી મુરલીધરન અને ડો. રાજકુમાર રંજન સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) કન્વેન્શન ભારત સરકારનું મુખ્ય આયોજન છે, જે પ્રવાસી ભારતીયો સાથે ગૂંથાવા અને તેમની સાથે જોડાવા તથા પ્રવાસી ભારતીયોને એકબીજા સાથે વાતચીત કરવા સક્ષમ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ મંચ પૂરો પાડે છે. ઈન્દોરમાં મધ્ય પ્રદેશ સરકારની ભાગીદારીમાં ૧૭મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સલામત, કાનૂની, વ્યવસ્થિત અને કુશળ સ્થળાંતરનાં મહત્ત્વ પર ભાર મૂકવા માટે એક સ્મારક ટપાલ ટિકિટ ‘સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયે’ પણ બહાર પાડવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ડાયસ્પોરાનું યોગદાન વિષય પર સૌ પ્રથમ ડિજિટલ પ્રવાસી ભારતીય દિવસ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જેનો ઉદ્દેશ ભારતની આઝાદીમાં આપણા પ્રવાસી ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓનાં યોગદાનને પ્રદર્શિત કરવાનો હતો