ઈન્દોરમાં ડોક્ટરનુ મોત, કોરોનાના

 

કારણે મોત થયાની દેશની પહેલી ઘટના

ઈન્દોરઃ ઈન્દોરમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે કોરોના પોઝિટિવ જાહેર થયેલા ડોક્ટરનુ મોત થતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં કોરોનાના કારણે કોઈ ડોક્ટરનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. મળતી વિગતો પ્રમાણે ડોક્ટર શત્રુઘ્ન પંજવાની પ્રાઈવેટ પ્રેક્ટિશનર હતા. તેઓ કોરોનાના દર્દીઓની સારવાર નહોતા કરી રહ્યા. આમ છતા તેઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ ૬૨ વર્ષીય ડોક્ટરે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ દેશના પહેલા ડોક્ટર છે જેમનું આ વાઇરસના કારણે મોત થયુ છે. એવું મનાય છે કે, સારવાર દરમિયાન તેઓ કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે. ઈન્દોરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૨૦૦ને પાર થઈ ગઈ છે. જેમાંથી ૨૧ લોકોનાં મોત થયા છે.