
ઈન્દુ મલ્હોત્રાએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. 68 વરસના ઈતિહાસમાં તેઓ સાતમા મહિલા જજ બન્યા છે, જેમની વરણી સુપ્રીમ કોર્ટના જજ તરીકે થઈ છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમને હોદાંના શપથ લેવડાવ્યા હતા. હાલમાં જસ્ટિસ ભાનુમતી સુપ્રીમ કોર્ટના જજ તરીકે કાર્યરત છે. ઈન્દુ મલ્હોત્રા છેલ્લા 30 વરસોથી સુપ્રીમ કોર્ટમાં વકીલાતની પ્રેકટિસ કરી રહ્યા હતા. વકીલમાંથી સીધા જજ બનનારા તેઓ સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ બન્યાં છે.