ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)19 સપ્ટેમ્બરે યુએઈખાતે રમાશે .

 

    સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આઈપીએલની ક્રિકેટ રમત 19મી સપ્ટેમ્બરે યુએઈમાં રમાશે. 8 નવેમ્બરના લીગની ફાયનલ યોજાશે. બીસીસીઆઈના સમાચાર સૂત્રોએ એવી માહિતી આપી હતી. આગામી સપ્તાહમાં યોજાઇ રહેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિણર્યને મંજૂરી આપવામાં આવશે. બીસીસીઆઈ દ્વારા અલગ અલગ ફ્રેચાઈઝને પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી. બીસીસીઆઈના અધિકૃત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે 51 દિવસમાં લીગની રમતો પૂરી થશે. જેનાથી ફેંચાઈઝ, બ્રોડકાસ્ટરો, અને અન્ય સ્ટેકહોલ્ડરોને પણ ફાયદો થશે. અગાઉ એવું અનુમાન કરવામાં આવતું હતું કે આ વરસે આીપીએલ 26 સપ્ટેમ્બરના શરુ કરવામાં આવશે. પરંતુ બીસીસીઆઈએ આ મહિનાના અંતમાં શરૂ થનારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખીને આ રમતો એક સપ્તાહ અગાઉ શરૂ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. હાલમાં સર્વત્ર કોરોના મહામારીનું સંકટ હોવાને લીધે બધી ક્રિકેટ ટીમ એક મહિના અગાઉ ત્યાં પહોંચી જશે. જેથી કરીને સંબંધિત દેશના વાતાવરણ અને આબોહવાને અનુકૂળ બનવા માટે દરેક ખેલાડી સજ્જતા કેળવી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર, બધી ફ્રેચાઈઝ ટીમ 20 ઓગસ્ટ સુધીમાં યુએઈ ખાતે પહોંચી જશે.