ઈન્ટરનેશનલ ફૂલાઈટસ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો 

 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ર૭ માર્ચ ૨૦૨૨થી ફરી એક વાર નિયમિત રીતે નિર્ધારિત કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓની શરૂઆત કરવામાં આવશે, જે હેઠળ દેશની લાઈટ્સ અન્ય રાષ્ટ્રોમાં જઈ શકશે અને અન્ય રાષ્ટ્રોની ફૂલાઈસ ઈન્ડિયામાં આવી શકશે. કોરોનાના કારણે બે વર્ષ પહેલા કેન્દ્રએ નિર્ધારિત ઈન્ટરનેશનલ ફ્લાઈસ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધને હટાવી દરેક ક્લાઈસને પરવાનગી આપવામાં આવી છે. ૪૦ દેશો માટે સ્પેશિયલ ફલાઈટસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે જુલાઈ ૨૦૨૦થી કડક કોરોનાના નિયમોનું પાલન કરાવી ઉડાવામાં આવતી હતી. જેને વંદે ભારત મિશન નામ આપવામાં આવ્યું હતું. શ્રીનગરના અમીરા કદલ બજારમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો, પોલીસકર્મીઓ સહિત ૨૦ લોકો ગંભીર રીતે ઘાયલ જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગત રવિવારે થયેલાં ગ્રેનેડ બ્લાસ્ટના ધ્વ ફૂટેજ સામે આવ્યા છે. આ અમીરા કદલ બજારમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્યાં હાજર પોલીસકર્મીઓ સહિત ૨૦ લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતાં. તમામ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. કેટલાક લોકો ગંભીર હોવાની માહિતી મળેલ છે. મહત્ત્વનું છે કે, સારવાર દરમિયાન એક યુવકનું મોત પણ થઈ ગયું હતું. અત્યારે અહીં સુરક્ષાદળ તહેનાત છે અને આ બ્લાસ્ટ અંગે તપાસ કરવામાં આવી રહી છે.