ઈથિઓપિયાના પાટનગર અદીસ અબાબાથી નૈરોબી જઈ રહેલું ઈથિયોપિયન એરલાઈન્સનું  બોઈંગ 737 વિમાન 10 માર્ચના રસ્તામાં તૂટી પડ્યું હતું..

0
1065
Reuters

રવિવારે 10 માર્ચના ઈથિયોપિયાની રાજધાની અદીસ અબાબાથી નૈરોબી જવા ઉપડેલ  737 બોઈંગ વિમાન રસ્તામાં જ તૂટી પડતા દુખદ અકસ્માત સર્જાયો હતો. વિમાનમાં મુસાફરી કરી રહેલ 149 પ્રવાસીઓ અને 8 વિમાન કર્મચારીઓ દુર્ઘટનાનો શિકાર બનીને મોતને ભેટ્યા હતા. આધારભૂત સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, આ અકસ્માતમાં કોઈ જીવતું બચ્યું નહોતું.

ઉડ્ડયન કર્યાની થોડીક મિનિટોમાં એવો અણકલ્પ્યો અકસ્માત વિમાનની કઈ યાંત્રિક ખામીથી સર્જાયો તે સવાલ છે. બોઈંગ 737 તૂટી પડ્યાની જાણ થતાંજ ચીન, ઈન્ડોનેશિયા અને ઈથિયોપિયાના સત્તાવાળાઓએ બોઈંગ- મેકસ-8 વિમાનેને ઉડ્ડયન સેવામાંથી પડતાં મૂક્યા હતા. એ સિવાય ચીને પોતાના 10 જેટલાં મેકસ-8 બોઈંગ  વિમાનોને ગ્રાઉન્ડેડ કરી દીધાં હતા. ચીનના નાગરિક ઉડ્ડયન વિભાગના જણાવ્યા અનુસાર, અમેરિકાના ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન અને બોઈંગના વહીવટીતંત્ર સાથે વિચાર- વિમર્શ કર્યાબાદ જ બોઈંગને ઉડ્ડયન -સેવામાં લેવા કેનહિ કે નહિ તેનો નિર્ણય કરવામાં આવશે.