ઈતિહાસમાં પ્રથમ વખત દ્વારકામાં ગૌ કથા યોજાઈ

 

દ્વારકા: દ્વારકામાં આમ તો આખા વર્ષ દરમિયાન અનેક કથા, ભાગવત સપ્તાહનું આયોજન થતું હોય છે. પરંતુ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વારકામાં સુવિધાસભર વિશ્ર્વ પ્રસિદ્ધ ગૌ ચિકિત્સાલય બનાવવાનો છે.

અત્રેઉલ્લેખનીય છે કે ભગવાન દ્વારકાધીશને સૌથી પ્રિય એવી ગાયોમાં લંપી નામનો રોગ ઉદ્ભવ્યો છે. તેના કારણે દ્વારકા પંથકમાં લગભગ ૫૦૦થી વધુ ગાયોનું મૃત્યુ થયું છે. સરકાર દ્વારા રસીકરણથી લઈ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકાના ગૌ પ્રેમીઓએ એવો નિર્ધાર કર્યો કે દ્વારકામાં અધતન વૈશ્ર્વિક કક્ષાની ગૌ ચિકિત્સાલય હોવું જોઈએ. જેથી દ્વારકામાં પ્રથમ વખત ગૌ સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તથા અન્ય રાજ્યોમાંથી ગૌ પ્રેમીઓ કથાનું રસપાન કરવા ઉમટી પડ્યાં છે.

દ્વારકામાં ગાયો માટે અદ્યતન ગૌ હોસ્પિટલ બનાવવાનાં શુભ સંકલ્પથી દ્વારકામાં દિવ્ય ગૌ ગુરૂ ગોવિંદ કથા મહોત્સવ દ્વારકામાં યોજાયો હતો. જેમાં દરરોજ સાધુ સંતો અને મોટી સંખ્યામાં સ્થાનિક તથા અન્ય રાજ્યોમાંથી ગૌ ભક્તો કથા શ્રવણ કરવા ઉમટી પડ્યાં હતા. કથાનાં વ્યાસ સ્થાને સતત ૯૦૦૦૦ કિલોમીટર ખુલ્લા પગે પદયાત્રા કરનાર કથાકાર પ. પૂ. જગદીશ ગોપાલજી મહારાજ સાંભળવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૩૧ વર્ષીય પ. પૂ. જગદીશ ગોપાલજી મહારાજ ગૌ ચેતના અને અધ્યતમક ચેતનાની પગપાળા યાત્રાએ હલ્દીઘાટીથી શરૂ કરી ભારત ભ્રમણ કરી છે. હાલ દ્વારકામાં અદ્યતન ગૌ હોસ્પિટલ બનાવવાનાં શુભ હેતુથી આ કથાનું આયોજન દ્વારકા જિલ્લાનાં ગૌ પ્રેમીઓ દ્વારા કરાયું છે. અને ગોપાલ ક્રિષ્ના ગૌ શાળામાં ગૌ ચિકિત્સાલયનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે તથા ટુંક સમયમાં કામ પણ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here