ઈટાલીમાં આજે  14 નવેમ્બરે રણવીરસિંહ અને દીપિકા પદુકોણનાં કોંકણી વિધિથી લગ્ન સંપન્ન

0
425

 

 બોલીવુડના આધારભૂત સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈટાલીમાં લેક કોમો ખાતે આજે બોલીવુડના લોકપ્રિય અને પ્રતિભાસંપન્ન કલાકારો – સ્ટાર યુગલ રણવીર સિંહ અને દીપિકા પદુકોણે  કોંકણી વિધિ- વિધાનથી લગ્ન કર્યા હતા. કોંકણી વિધિ મુજબ, દીપિકા અને રણવીરે ચારફેરા ફર્યા હતા. ભારતીય સમય પ્રમાણે, લગ્ન વિધિનો પ્રારંભ ત્રણ વાગ્યે કરવામાં આવ્યો હતો. લગ્નસ્થળને આઠ હજાર સફેદ ગુલાબના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. લગ્નમંડપને દીપિકાને ગમતા લિલિ ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. લગ્નમાં અત્યંત નિકટના બન્ને પક્ષના આશરે 30-થી 40 લોકો જ ઉપસ્થિત રહયા હતા. લગ્ન-સ્થળે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.