ઈઝરાયલ વેક્સિનનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ

 

ઈઝરાયલ: ઈઝરાયલ તેના નાગરિકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ આપનારો પહેલો દેશ બની ગયો છે. અહીં ફાઈઝર-બાયોએનટેક રસીનો ત્રીજો ડોઝ આપવાનું શ‚ કરાયું. સરકારે કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કેસ વધતા આ નિર્ણય કર્યો છે. ઈઝરાયલના આરોગ્ય મંત્રાલયના મતે, નપળી ઈમ્યુનિટી ધરાવતા લોકોને ત્રીજો ડોઝ આપી શકાય છે. આ ઉપરાંત હૃદય, ફેફસાં, કેન્સર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય તેવા લોકોને પણ ત્રીજો ડોઝ આપી શકાય. ઈઝરાયલમાં શેબા મેડિકલ સેન્ટરના નિષ્ણાત પ્રો. ગાલિયા રહવે કહ્યું કે, હાલની સ્થિતિમાં ત્રીજો ડોઝ આપવાનો નિર્ણય યોગ્ય છે. અમે ત્રીજા ડોઝની અસરો પર અભ્યાસ કરી રહ્યા છે. ઈઝરાયલમાં એક મહિના પહેલા ડેલ્ટા વેરિયેન્ટના રોજ દસથી ઓછા દર્દી મળતા હતા, જે હવે ૪૫૨ થઈ ગયા છે. નોંધનીય છે કે, ઈઝરાયલમાં રસીકરણ અભિયાનની ગતિ તેજ રહી છે. ૫૭ ટકા વસતીને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.