
જાપાનની સંસ્કૃતિ મુજબ, જૂતાને અપમાનજનક ગણવામાં આવે છે. જાપાનની પરંપરિત સંસ્કાર – પધ્ધતિમાં બુટ- ચપ્પલને ઘરની બહાર કાઠવામાં આવે છે. એ જ રીતે ઓફિસમાં પણ કામ કરનારી વ્યક્તિ બુટ- ચપ્પલ બહાર ઊતારીને ઓફિસમાં પ્રવેશ કરે છે. તાજેતરમાં ઈઝરાયલની મુલાકાતે ગયેલા જાપાનના વડાપ્રધાન શિંજો આબેને ઈઝરાયલ તરફથી જૂતામાં ભોજન પીરસવામાં આવ્યું હોવાની આધારભૂત માહિતી મળી હતી.ગત 2મેના જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને તેમનાં પત્નીએ ઈજરાયલના વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને યોજાયેલા ડિનર – સમારંભમાં ગયા હતા. તે સમયે ઈઝરાયલના મશહૂર શેફ મોશે સેગેવને ખાસ ચોકલેટથી બવાવાયેલા ચોકલેટના બુટમાં જાપાનના વડાપ્રધાનને ડેઝર્ટ પીરસ્યું હતું. જો કે જાપાનના સૌજન્યશીલ અને સંસ્કારી વડાપ્રધાને કશો પણ અણગમાનો ભાવ બતાવ્યા વિના શાંતિથી ડેઝર્ટ ખાઈ લીધું હતું. પરંતુ ભોજન સમારંભમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોને ઈઝરાયલના રાજતંત્રની આવી મહેમાનગતિ પસંદ પડી નહોતી. તેમણે આ અંગે પોતાનો અણગમો પ્રદર્શિત કર્યો હતો. આ અંગે ઈઝરાયલના વડાપ્રધાનની ટીકા થઈ રહી છે.