ઈઝરાઈલના વડાપ્રધાન નેત્યનાહૂએ નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી

Israeli Prime Minister Benjamin Netanyahu speaks during the Muni World 2018 conference in Tel Aviv, Israel February 14, 2018. REUTERS/Nir Elias

 

નવી દિલ્હીઃ દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટને લઇને ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેત્યનાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. વિસ્ફોટની ઘટના બાદ ઈઝરાયલના પ્રતિનિધિઓની સુરક્ષા માટે ભારત સરકારના પ્રયાસો માટે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને તેમને કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત ઈઝરાયલની સાથે છે અને આગળ પણ સહયોગ આપશે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે વડાપ્રધાન મોદીએ ઈઝરાયલી દૂતાવાસ નજીક થયેલ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્યનાહુને આશ્વાસન આપ્યું છે કે ભારત ઈઝરાયલના રાજદૂતો અને તેમના સ્થળોની સુરક્ષાને વધારે મહત્વ આપી રહ્યું છે. ભારત દિલ્હીમાં થયેલ આ લ્બાસ્ટના આરોપીઓને શોધવામાં અને સજા આપવા માટેના તમામ પ્રયાસોમાં લાગેલું છે.
તો ઈઝરાયલના પ્રધાનમંત્રી નેત્યનાહુએ વડોપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતમાં વેક્સિનના ઉત્પાદન અને વેક્સિનેશની શરૂઆત માટે શુભેચ્છા આપી હતી. તો વડાપ્રધાન મોદીએ નેત્યનાહુને પણ ઈઝરાયલમાં સફળ વેક્સિનેશન માટે શુભકામના પાઠવી હતી