ઈંગ્લેંડ- વેસ્ટઈન્ડીઝ વચ્ચે મેચનો આરંભ – 143 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર દર્શકો વગર મેચ રમાશે !

 

   સમય અને પરિસ્થિતિ સાથે તાલમેલ રાખવો જરૂરી હોય છે. જીવનમાં બદલાતા સંજોગોમાં પરિવર્તન સ્વીકારવું હિતાવહ છે. કોરોના-19ના મહાસંકટે માનવૃજીવનમાં બદલાતા સંજોગોમાં અનેક ફેરફારોને આવશ્યક બનાવી દીધા છે. કોરોનાથી સાવચેત રહેવા માટે અત્યારે સહુએ અનેક જીવન-પધ્ધતિમાં બદલાવનો સ્વીકાર કર્યો છે. સોશ્યલ ડિસ્ટનસીંગ અને વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ હોવાને કારણે સાર્વજનિક મનોરંજન, રમતો , મેળાવડાઓ બધું જ ડિજિટલના માધ્યમથી, કે દશ્ય- શ્રાવ્ય ઉપકરણોની સહાયથી આગળ વધી રહ્યું છે. દર્શકો વિના – પ્રેક્ષકો વિના ક્રિકેટની રમતો યોજાઈ રહી છે. ઈંગલેન્ડ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે આજથી શરૂ થયેલી ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ખેલની શરૂઆત થઈ રહી છે. આ ક્રિકેટ મેચની સિરિઝમાં એમ્પાયર હશે, ખેલાડીઓ હશે, રેફરી પણ હશે પરંતુ પ્રેક્ષકો નહિ હોય. આશરે 4 મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થશે. મેચ  દર્શકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાશે. આઈસીસીએ કોરોના – સમયમાં ક્રિકેટની રમતો માટે નવી આચાર- સંહિતા , નવા નિયમો બનાવ્યા છે. જેમાં ખેલાડીઓ ( બોલર) બોલ ચમકાવવા માટે મોઢાની લાળનો ઉપયોગ નહિ કરી શકે. આ નિયમનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિને બે વાર ચેતવણી આપવામાં આવશે. એ માટે એમ્પાયર બે વાર ચેતવણી આપશે. ત્રીજીવાર ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવવામાં આવશે. ટ્રાવેલિંગના નિયમો પણ ખૂબ જ સખત બનાવવામાં આવ્યા છે. ટેસ્ટ સિરિઝમાં ન્યુટ્રલ એમ્પાયરપ નહિ હોય. સ્થાનિક એમ્પાયર એમ્પાયરિંગ કરશે. બન્ને ટીમને બન્ને ઈનિંગમાં વધારાનો કેડીઆરએસ મળશે. ટોસ દરમિયાન માત્ર ત્રણ જ વ્યક્તિ હાજર રહી શકશે. રેફરી સિવાય બન્ને ટીમના કેપ્ટન ટોસ માટે મેદાનમાં ઉતરશે. ટેસ્ટ સિરિઝ દરમિયાન ખેલાડી જીતની ઉજવણી નહિ કરી શકે.ટેસ્ટ સિરિઝમાં કોરોના સબસ્ટીટયુટની વ્યવસ્થા છે. મેચમાં જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ મળે તો ટીમ કોરોના પોઝિટિવ ખેલાડીને બે ખેલાડી સાથે બદલી શકે છે.