ઇસરોના નવા વડા એસ. સોમનાથ

 

નવી દિલ્હીઃ વરિષ્ઠ રોકેટ સાયન્ટિસ્ટ એસ. સોમનાથની ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા તરીકે કેન્દ્રએ નિમણૂક કરી છે. તેમણે જીએસએલવી-મેક-થ્રી લોન્ચર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV)ના ઇન્ટિગ્રેશનની ટીમના લીડર હતા. ત્રણ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ચેરમેન ઓફ સ્પેસ પ્રોગ્રામના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ૨૨ જાન્યુઆરી ૨૦૧૮થી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ના વડા છે. તે વિશ્વના અગ્રણી સ્પેસ એજન્સીમાં એકના વડા કે સિવનનું સ્થાન સંભાળશે. હાઈથ્રસ્ટ સેમી ક્રાયોજેનિક એન્જિનની ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓનો તે હિસ્સો હતા અને તેમણે હાર્ડવેર રિયલાઇઝેશન અને ટેસ્ટ પ્રોગ્રામ ફાસ્ટ ટ્રેક પર મૂકાવ્યો હતો. ચંદ્રયાન-ટુના લેન્ડર ક્રાફ્ટ માટે થ્રોટલેબલ એન્જિનને વિકસાવવુ અને જીસેટ-૯માં ઇલેક્ટ્રિક પ્રોપલ્ઝન સિસ્ટમ દ્વારા સૌપ્રથમ સફળ ફ્લાઇટની સિદ્ધિ તેમના નામે બોલે છે. તેઓ લોન્ચ વ્હીકલ સ્ટ્રક્ચરલ સિસ્ટમ્સ, સ્ટ્રક્ચરલ ડાઇનેમિક્સ, મિકેનિઝમ્સ, પાયરો સિસ્ટમ્સ અને લોન્ચ વ્હીકલ ઇન્ટિગ્રેશનના સિસ્ટમમાં નિષ્ણાત છે. તેમણે મિકેનિકલ ઇન્ટિગ્રેશન ડિઝાઇન દ્વારા પીએસએલવીને સમગ્ર વિશ્વના માઇક્રો સેટેલાઇટના લોન્ચિંગનું સફળ વ્હીકલ બનાવ્યું હતું. GSLV મેક-3ના એન્જિનિયરિંગ કન્ફિગ્યુરેશનને અંતિમ ઓપ આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.