ઇલોન મસ્કના મંગળ ગ્રહ સુધીના સપનાને લાગ્યો ઝાટકો

 

કેલિફોર્નિયાઃ અમેરિકાના તરંગી, ધૂની અને સર્જનશીલ ઉદ્યોગપતિ ઇલોન મસ્કના મહત્ત્વકાંક્ષી મિશન મંગળ પ્રોજેક્ટને ઝાટકો લાગ્યો છે. સ્પેસ એક્સનું એક પ્રોટોટાઇપ રોકેટમાં ટેસ્ટીંગ દરમિયાન વિસ્ફોટ થયો છે. સ્પેસ એક્સના સ્ટારશિપ રોકેટને બુધવારના રોજ ટેક્સાસના કાંઠે લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીને આશા હતી કે આ રોકેટ મંગળ સુધી પહોંચાડવામાં મદદ કરશે. જોકે, કંપનીએ રોકેટમાં વિસ્ફોટ થયો છતાં આ ટેસ્ટ ખુબ સારો રહ્યો એમ જણાવ્યું હતું અને સ્ટારશિપને શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્પેસએક્સના અને ટેસ્લાના સ્થાપક એલન મસ્કે લોન્ચની થોડી મિનિટ બાદ ટ્વીટ કરી કહ્યું, મંગળ અમે આવી રહ્યાં છીએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રોકેટ ઝડપથી લેન્ડ કરી રહ્યું હતું, તેના કારણે વિસ્ફોટ થયો. તેમણે રોકેટ લોન્ચના સફળ ભાગને યાદ કરતા કહ્યું કે સ્ટારશિપે ટેકઓફ કર્યું, ઉડાન દરમિયાન પોતાની સ્થિતિ બદલી અને વિસ્ફોટથી પહેલા પોતાના નિયત લેન્ડિંગ માર્ગ પર આવી ગયું હતું. અમને તે આંકડા મળી ગયા છે જેની અમારે જરૂર હતી.

બુધવારે સ્ટારશિપે નિયત સમયે ટેકઓફ કર્યું અને બીજુ એન્જિન શરૂ થતાની સાથે જ સીધું ઉપરની તરફ ગયું. ૪ મિનિટ અને ૪૫ સેકન્ડની ઉડાન ભરાય બાદ રોકેટનું ત્રીજુ એન્જિન સ્ટાર્ટ થયું હતુ અને રોકેટ અપેક્ષિત સ્થિતિ તરફ આગળની તરફ વધ્યું હતું. રોકેટની ગતિ ધીરી કરવા માટે લેન્ડિંગથી પહેલા એન્જિનને ફરી શરૂ કરવામાં આવ્યું તે દરમિયાન ક્રેશ થઇને જમીન પર આવ્યું