ઇલિીનોઇસમાં ભારતીય કળા-સંસ્કૃતિ દર્શાવતાં વિવા કુલટુરા


(ડાબે) વિવા કુલટુરા ઇસ્કોન માટે પરફોર્મ કરી રહ્યાં છે. (જમણે) વિવા કુલટુરા

દેબપ્રિયા સરકાર
ઇલિનોઇસઃ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ ઇસ્કોનના નેપરવિલે ચેપ્ટર દ્વરા 22મી સપ્ટેમ્બરે મેટી વિલે હાઈ સ્કૂલમાં ભારતીય કળા અને સંસ્કૃતિ દર્શાવતી મનોરંજક સાંજનું આયોજન કરવામાં આવયું હતું. આ કાર્યક્રમમાં વિવા કુલટુરા દ્વારા ભારતીય સંસ્કૃતિ કળા, ડાન્સ, મ્યુઝિકલ થિયેટર, માર્શલ આર્ટ્સ, લાઇવ મ્યુઝિક, કાવ્યોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.


વિવા કુલટુરા પરફોર્મન્સના કલાકારો
વિવા કુલટુરાનો અર્થ લોન્ગ લીવ કલ્ચર થાય છે, જેની વેબસાઇટના જણાવ્યા મુજબ આ પોલીસસ્થિત બિનનફાકારક સંગઠન છે જેની સ્થાપના વિવિધ પ્રકારની કળા અને સંસ્કૃતિને પ્રમોશન આપવાના હેતુથી કરવામાં આવી હતી, જેમાં 15 વિવિધ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો, જેઓ પોતે એકતા અને વૈવિધ્યના રાજદૂત છે.
વિવા કુલટુરા છેલ્લાં 30 વર્ષથી પોલેન્ડમાં પરફોર્મ કરે છે, જેના પાંચ લાખથી વધુ દર્શકો સમક્ષ પરફોર્મન્સ આપવામાં આવ્યું છે. આ સંસ્થાએ ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, ઇન્ડિયા, મોલડોવા, મોન્ગોલિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવાસ કરેલા છે તેમ વેબસાઇટ જણાવે છે. 22મી સપ્ટેમ્બરનો શો બે થીમ પર આધારિત હતો, જે ‘રામાયણ-સીતા અને રામ’ તેમ જ ‘ધ લાઇટ ઓફ ભગવતમ’નો સમાવેશ થતો હતો.
વિવા કુલટુરા ઇસ્કોન સાથે સંકળાયેલી છે, કારણ કે અમેરિકામાં જન્મેલા ઇન્દ્રાયુમન સ્વામી મહારાજે ભારતમાં યોગા વર્ષો સુધી કરાવેલા છે અને વિવા કુલટુરાના મેન્ટર ગુરૂ પણ છે.