ઇલાયચી ઘણા રોગો મટાડી દે છે

0
473

ઇલાયચી બે પ્રકારની હોય છે. નાની અને મોટી ઇલાયચી. બન્ને પ્રકારની ઇલાયચીનાં રૂપરંગ આકારમાં ફરક તો હોય છે, ગુણ અને ઉપયોગમાં પણ ભિન્નતા જોવા મળે છે. રસોડામાં બન્ને પ્રકારની ઇલાયચીનો ઉપયોગ થતો જ હોય છે. આમ તો બન્ને પ્રકારની ઇલાયચી ખાવામાં સારી જ લાગતી હોય છે, અને તેની સુગંધ પણ મનભાવન હોય છે. જો તમારી સામે બન્ને પ્રકારની ઇલાયચી હોય તો કઈ ઇલાયચી તમે પસંદ કરશો. કદાચ નાની ઇલાયચી જ કરશો, કેમ કે નાની ઇલાયચી સ્વાદ અને સુગંધમાં સરસ હોય છે, સાથે સાથે તેમાં ઘણા વિશિષ્ટ ગુણ હોય છે, જેનાથી આપણે ઘણા રોગોમાં ફાયદો મેળવી શકીએ છીએ, જેમાંના કેટલાક નીચે દર્શાવ્યા છે.
મૂત્રકૃચ્છ અને મૂત્રાઘાત – ઇલાયચીના દાણાનું ચૂર્ણ ર ગ્રામ લઈ અને મીઠું દૂધ મેળવી સેવન કરવાથી શામક કાર્ય થઈ મૂત્ર પ્રમાણ સાફ થાય છે તથા વસ્તી સ્થાનનો દુખાવો મટાડે છે. જો મૂત્રકૃચ્છ કે સોજો હોય તો 30 ગ્રામ ઇલાયચીના દાણા ચંદનના તેલમાં ઘસીને 1-1 ગ્રામની ગોળી બનાવી લેવી અને સવાર સાંજ 1-1 ગોળીનું ઠંડા પાણી સાથે સેવન કરવાથી ફાયદો થાય છે. અથવા તો છોડિયાં સાથે જ ઇલાયચી અને તરબૂચનાં બીજ ર1 નંગ લઈ પીસીને દૂધ-પાણી રપ0-રપ0 ગ્રામ મિક્સ કરી ઉકાળવું, જ્યારે ફક્ત દૂધ જ રહે ત્યારે ઠંડું પાડીને પીવાથી મૂત્રદાહ શાંત થાય છે. કોલેરાઃ કોલેરા થયો હોય તેવા સમયે લગભગ 10 ઇલાયચી છોડિયાં સાથે મોટી મોટી ખાંડી નાખીને અડધા લિટર પાણીમાં ઉકાળવી. જ્યાં સુધી પાણી આઠમા ભાગ જેટલું બાકી રહે ત્યાં સુધી અને પછી ગાળી લેવું. આ ઇલાયચીનો કવાથ કે (કાઢો) કહેવાય. આ કવાથને પ ગ્રામથી 10 ગ્રામની માત્રામાં એક એક કલાકના અંતરે પીવડાવવો જોઈએ. બધું જ એકસાથે ના પીવડાવવું. અથવા ઇલાયચીનાં ફક્ત છોડિયાં 40 ગ્રામ લઈને તેને મોટાં મોટાં થોડાં ખાંડી લઈને 1 લિટર પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યાં ઉકાળીને પછી ઠંડું થઈ જાય ત્યારે 1પ-1પ ગ્રામ લઈને વારંવાર પીવડાવવાથી વમન, તૃષા વગેરે બંધ થઈ જાય છે અને અટકી અટકી આવતા મૂત્રની સમસ્યા પણ દૂર કરે છે.
કોલેરામાં વધારે પડતી ઊલટીઓ થવા પર – ઇલાયચીના દાણા બારીક ખાંડી નાખીને તે ચૂર્ણ 1 કે ર ગ્રામ અથવા તો ઇલાયચીનું તેલ પાંચ ટીપા લઈ અનારના શરબત સાથે પીવાથી વ્યાધિ શાંત થઈ જાય છે.
અશક્તિ અને કમજોર દષ્ટિ હોય તેવા સમયે – ઇલાયચીના દાણા પ0 ગ્રામ અને વંશલોચન પ0 ગ્રામ બદામ પ0 ગ્રામ અને પિસ્તાં પ0 ગ્રામ (બદામને પાણીમાં પલાળી છોડિયાં કાઢીને) ખૂબ બારીક પીસીને ર લિટર દૂધમાં ઉકાળવી, જ્યારે દૂધ ઘટ્ટ થઈ જાય પછી 7પ0 ગ્રામ સાકર મેળવી, ધીમા તાપે ઉકાળવું, હલવા જેવું થઈ જાય ત્યારે તેમાં ચાંદીનો અર્ક ર0 ગ્રામ મેળવીને ખાવું. નિયમિતપણે ર0-ર0 ગ્રામ દૂધની સાથે સેવન કરવાથી મસ્તિષ્ક શક્તિ વધે છે અને દષ્ટિ દૌર્બલ્ય દોષ દૂર થાય છે.
શ્વાસ રોગ માટે – કફજન્ય ખાંસી હોય તો ઇલાયચીના દાણા બારીક પીસી લઈને 4 રતી લઈ તેને જેટલા જ પ્રમાણમાં સૂંઠ પાઉડર લઈ મધમાં મેળવી વારંવાર ચટાડવાથી ફાયદો થાય છે. ફક્ત ઇલાયચીનું ચૂર્ણ 1 ગ્રામ મધ સાથે ચાટવાથી કફ જલદી નીકળી જાય છે અને ખાંસીનો વેગ પણ ઓછો થાય છે.
વીર્યપુષ્ટિ માટે – ઇલાયચીના દાણા ર ગ્રામ જાવંત્રી 1 ગ્રામ બદામ પ નંગ લઈ થોડા પાણીમાં બારીક પીસી લેવું અને 10 ગ્રામ ગાયના માખણ અને 10 ગ્રામ સાકર મિક્સ દરરોજ સવારે સેવન કરવું.
શીત પિત્ત માટે – પ0 ગ્રામ ઇલાયચી ચૂર્ણ, સોના ગેરુ 40 ગ્રામ જવાખાર પ0 ગ્રામ મિક્સ કરીને ખલમાં લસોટીને બોટલમાં ભરી લેવું ને દરરોજ સવારે પ ગ્રામ પાણી સાથે લેવાથી તરત ફાયદો થાય છે.
આયુર્વેદમાં કહ્યું છે કે આપણું ભોજન હંમેશાં રુચિકર હોવું જોઈએ. ભોજનમાંથી આવતી સુગંધ આપણી જઠરાગ્નિને ઉદ્દીપ્ત કરે છે. એટલે કે ભૂખ લગાડે છે અને સારી ભૂખ લાગે તો જ ખોરાકનું સારું પાચન થાય છે. ઇલાયચીમાં રહેલી સુગંધ આ કામ ખૂબ સારી રીતે કરે છે. એટલે રોજિંદા ખોરાકમાં ઇલાયચીને સ્થાન આપવું જોઈએ.
શું આપને પણ સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા છે?
ડો. વર્માના સેમિનારમાં ભાગ લેવા અથવા રૂબરૂ મળવાનો લાભ લેવા હમણાં જ ફોન કરીને
ડો. વર્માના પ્રોગ્રામ વિશે જાણો અને અગાઉથી
નામ રજિસ્ટર કરાવો.