ઇમિગ્રેશન યુએસસીઆઇએસ એનટીએ પોલિસી

યુએસસીઆઇએસ (નોટિસ ટુ એપિયર) પોલિસી
એ વાતની પાંચમી જુલાઈએ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ દ્વારા 28મી જુલાઈ, 2018ની નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી હતી જે નોટિસીસ ઓફ એપિયર (એનટીએ) સંબંધિત હતી. યુએસસીઆઇએસ 28મી જુલાઈ, 2018ની પોલિસી મેમોના અમલીકરણ કરવા માટે સંપર્ક કરશે. પહેલી ઓક્ટોબર, 2018ની શરૂઆતમાં, યુએસસીઆઇએસ નકારાયેલી અરજીઓ વિશે એનટીએ ઇશ્યુ કરી શકે છે. ફોર્મ આઇ-485, એપ્લિકેશન ટુ રજિસ્ટર, પરમેનન્ટ રેસિડન્ટ અથવા એડજસ્ટ સ્ટેટસ, ફોર્મ આઇ-539, એપ્લિકેશન ટુ એક્સટેન્ડ-ચેન્જ નોનઇમિગ્રન્ટ સ્ટેટસનો સમાવેશ થાય છે.
એનટીએ પોલિસી મેમો રોજગાર આધારિત પિટિશનો અને માનવતાવાદી અરજીઓ અને પિટિશનો સાથે અમલીકરણ કરાશે નહિ. આ પ્રકારના કેસોની માર્ગદર્શિકા તત્કાલ અસરથી ચાલુ રહેશે.
એનટીએ એવો દસ્તાવેજ છે જે યુનાઇટેડ સ્ટેટસમાંથી હાંકી કઢાયેલા વિદેશી નાગરિકો માટે ઇશ્યુ કરાય છે.
જે નાગરિકોને એનટીએ મળી હોય તેમને ઇમિગ્રેશન જજ સામે હાજર થવું પડે છે, એ દર્શાવવા કે તેમને શા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાંથી હાંકી કાઢવામાં આવે કે નહિ અથવા તેઓ આમાંથી કઈ રીતે રાહત મેળવી શકે છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયદેસર રહેવાની પરવાનગી મળી શકે છે.
શા માટે આ ખરાબ નીતિ છે? નવી યુએસસીઆઇએસ એનટીએ પોલિસી દાયકાઓથી ચાલી આવતી નીતિમાં બદલાવ લાવે છે. આપણી અગાઉથી ચાલતી ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમમાં મોટી સંખ્યામાં જરૂરિયાત વગર યુએસસીઆઇએસ સ્રોતો મોકલે છે.
સન 2003માં ડીએચએસની રચના થઇ ત્યારે કોંગ્રેસે જાણીજોઈને એન્ફોર્સમેન્ટની કામગીરી અલગ કરી હતી અને આઇએનએસના સેવાકીય કાર્યોને ત્રણ પાસાંમાં વહેંચ્યાં હતાં, જેમાં સીબીપી (બોર્ડર એન્ફોર્સમેન્ટ એન્ડ ઇન્સ્પેક્શન), આઇસીઇ (ઇન્ટીરિયર એન્ફોર્સમેન્ટ) અને યુએસસીઆઇએસ (એડજુડિકેશન ઓફ ઇમિગ્રેશન બેનિફિટસ)નો સમાવેશ થાય છે.
નવી માર્ગદર્શિકા યુએસસીઆઇએસને ડીએચએસના ત્રીજા એન્ફોર્સમેન્ટ કોમ્પોનન્ટમાં પરિવર્તિત કરે છે. એનટીએ ઇસ્યુ થાય પછી તેને કોર્ટ સિસ્ટમમાં જે તે વ્યક્તિને જવું પડે છે અને જો તે અમેરિકામાંથી પાછા જવામાંથી બચવા માગતા હોય તો તે કરી શકે છે. નવી નીતિ વિદેશી વિદ્યાર્થીઓને કોર્ટમાં મોકલી શકે છે.
નવી પોલિસી અંતર્ગત જે લોકો અમેરિકામાં આવતા હોય અને ઇમિગ્રેશનના લાભ મેળવા ઇચ્છતા હોય, પરંતુ વધુ રોકાણ કરીને કાયદાનો ભંગ કરે તો તેમને ઇનકાર થઇ શકે છે.
મે, 2017 ડીએચએસ ઓવરસ્ટે રિપોર્ટના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2016માં અમેરિકામાં 50.4 મિલિયન નોન ઇમિગ્રન્ટ પ્રવેશ્યા છે અને પાછા ગયા હતા તેવી ધારણા છે, જે ફકત બે ટકા લોકો જ વધારે રોકાયા હતા તે દર્શાવે છે.
આપણી વધુ પડતી બોજ ધરાવતી ઇમિગ્રેશન કોર્ટ સિસ્ટમમાં હાલમાં સાત લાખ પેન્ડિંગ કેસોનો ભરાવો થયેલો છે. આની એસર કોને પડશે* યુએસસીઆઇએસના જણવ્યા મુજબ 25મી જાન્યુઆરી, 2017ના એક્ઝિક્યુટિવ ઓર્ડર કોઈ પણ હાંકી કઢાયેલા નાગરિક સામેની શરૂઆતની રિમુવલ પ્રોસિડિંગ્સની સત્તા ધરાવે છે.
નવી એનટીએ ગાઇડન્સ મેન્ડેટ કોઇ અરજીને નકારવાની બાબત વિશે એનટીએ ઇશ્યુ કરવાની યુએસસીઆઇએસને સત્તા આપે છે. નવી ગાઇડલાઇન મેન્ડેટ યુએસસીઆઇએસ એનટીએને ઇશ્યુ કરે છે જેમાં દરેક વ્યકિત જે અરજી-પિટિશન- કરતી વખતે કે ઇમિગ્રેશન બરેનફિટના લાભ મેળવતી કરતી વખતે અમેરિકામાં કાયદેસર વસતી નથી તેને નકારી કાઢવામાં આવે છે.
યુએસસીઆઇએસ પ્રોસેસિંગ ટાઇમ સતત વધતો જાય છે અને આજે સ્રોતો પણ ઓછા છે ત્યારે ઇમિગ્રેશન કોર્ટનો બેકલોગ કટોકટી ભરેલા તબક્કામાં છે અને 31મી ઓગસ્ટ, 2018 સુધીમાં સાત લાખ કેસો સુધી પહોંચી શકે છે.
આડઅસરઃ આની આડઅસર એ છે કે આ નવી એનટીએ પોલિસી દીવાલમાં બીજી એક ઈંટ મૂકવા સમાન છે જે દુનિયાભરમાં વસતા વસાહતીઓને સ્પષ્ટ સંદેશો પહોચાડે છે કે તેઓને અહીં આવકાર મળવાનો નથી. આ અંગે વધારે માહિતી એટર્ની પાસેથી મેળવવી જોઈએ.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો