ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ આર. કે. ધવનનું નિધન

નવી દિલ્હીઃ પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા આર. કે. ધવનનું નવી દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. ધવન લાંબા સમય સુધી રાજ્યસભાના સભ્ય અને ઇન્દિરા ગાંધીના અંગત મદદનીશ હતા.
ધવનને દિલ્હીની બી. એલ. કપૂર હોસ્પિટલમાં ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે 74 વર્ષે સન 2012માં લગ્ન કર્યા હતા. તેમનાં પત્ની તેમનાથી 15 વર્ષ નાનાં હતાં.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આર. કે. ધવનને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે કોોંગ્રેસના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા, અથાગ ઉત્સાહ અને અમર્યાદિત ક્ષમતા ધરાવતા ધવન હંમેશાં યાદ રહેશે.