ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કના ઉપક્રમે તબીબી વાર્તાલાપ

0
918

ન્યુ યોર્કઃ ઇન્ડો અમેરિકન સિનિયર સિટિઝન સેન્ટર ઓફ ન્યુ યોર્કના ઉપક્રમે ત્રીજી જૂન, રવિવારે મેડિકલ વાર્તાલાપ ઉપર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હિલ સાઇડ ઉપર આવેલ હનુમાન મંદિરમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેમ્બરોએ આવતાંની સાથે હળવો નાસ્તો અને ચા-કોફીનો લાભ લીધો હતો. ત્યાર પછી નિયત સમયે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ.
શરૂઆતમાં પ્રમુખ મુકુંદભાઈએ હેતભર્યા મીઠા શબ્દોથી સૌનું સ્વાગત કરી આવકાર આપ્યો. ત્યાર પછી બે મેમ્બરોને શ્રદ્ધાંજલિ આપવા સૌએ ઊભા થઈને બે મિનિટનું મૌન પાળ્યું હતું, જેમાં સંસ્થાના ભૂતપૂર્વ સેક્રેટરી રજનીભાઈ શાહ, જેમણે ઘણા વર્ષો સુધી અવિરતપણે કાર્ય કરી સેન્ટરને સારાં એવાં મહત્ત્વનાં સૂચનો પણ આપ્યાં હતાં. બીજાં બહેન તે ક્વીન્સમાં રહેતા રાજેશભાઈ શાહનાં પત્ની સરોજબહેન.
ડો. હિમાંશુ પંડ્યા. બહુ ઓછા એવા ડોક્ટરો હોય છે જેઓ એલોપથી દવાઓ ઉપરાંત આયુર્વેદના પણ જાણકાર હોય છે અને આયુર્વેદની દવાઓ લેવાની પણ સલાહ આપતા હોય છે. ડો. હિમાંશુભાઈ તેમાંના એક છે. 90 મિનિટના ખૂબ જ સરળતાપૂર્વકના વાર્તાલાપમાં તેમણે દર્દીની હોસ્પિટલ વિઝિટ બાબતમાં સુંદર વાત કરી, જેમાં જીવનમાં શું તકેદારી રાખવી જોઈએ, જેથી હોસ્પિટલમાં દાખલ થવાનો વારો ન આવે તેમ જ હોસ્પિટલમાં દાખલ થવું પડે તો ત્યાં શું કાળજી લેવી અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘેર જઈને શું કાળજી રાખવી એ બધી જ વસ્તુ ખૂબ જ વિગતથી સમજાવી. કેવી રીતે વ્યક્તિ તંદુરસ્ત રહી શકે તે માટેની ખૂબ જ સામાન્ય, પણ મહત્ત્વની પ્રેક્ટિકલ વાતો સરળ ભાષામાં સમજાવી. ઘણી વાર આપને વિચાર થાય કે માંદગીમાં ઇમરજન્સી રૂમમાં જવું કે પછી અરજન્ટ કેરમાં જવું? તે માટે ડો. હિમાંશુભાઈએ સુવર્ણ સલાહ આપી કે જ્યારે દર્દનાં ચિહ્નો જીવલેણ જણાતાં હોય, જેવાં કે છાતીનો દુઃખાવો, કોમામાં જવું, શ્વાસ લેવાની તકલીફ થાય કે બેભાન થઈ જવું તેવા સંજોગોમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક 911માં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી લેવી અને ઇમરજન્સી રૂમમાં પહોંચી જવું. આવા સમયે ડોક્ટર, પરિવારના સભ્યો કે મિત્રો, પડોશી વગેરેની રાહ જોવામાં સમય બગાડવો નહિ. ઉપરાંત હેલ્થ ઇન્શ્યુરન્સ છે કે નહિ તેની પણ ચિંતા ન કરવી. દર્દની ગંભીરતા જોઈ એમ્બ્યુલન્સ નજીકની હોસ્પિટલમાં લઈ જશે. ત્યાર પછી જો સ્પેશિયલાઇઝ્ડ હોસ્પિટલની જરૂરિયાત હોય તો ત્યાંથી ખસેડી શકાશે. જો જીવલેણ દર્દ ન હોય, જેવા કે હાથ-પગના દુઃખાવા, પડવાથી સામાન્ય ઈજા થાય, લોહી નીકળવું, તાવ આવવો વગેરે દર્દમાં અરજન્ટ કેરમાં જઈ શકાય. તેમણે એ પણ સમજાવ્યું કે જો જીવલેણ દર્દ ન હોય તો ઇમરજન્સી રૂમમાં જવાને બદલે અરજન્ટ કેરમાં જવું, કારણ કે હોસ્પિટલ ઘણી ખર્ચાળ હોય છે. સામાન્ય રીતે હોસ્પિટલનું બિલ 1500 ડોલરથી વધુનું આવતું હોય છે.
ડો. પંડ્યાએ કહ્યું કે દરેક વ્યક્તિએ હેલ્થ પ્રોક્સી અને લિવિંગ વિલ કરી લેવું જોઈએ. દર્દની ગંભીરતા અને ટ્રીટમેન્ટને ધ્યાનમાં લઈને હોસ્પિટલમાં પણ દર્દીએ કાર્યરત રહેવું જોઈએ અને હરતાંફરતાં રહેવું જોઈએ, જેથી બીજી વધારાની ગૂંચવણો ન થાય તેમ જ હોસ્પિટલમાં દર્દીને મળવા આવતી વ્યક્તિઓએ શારીરિક કોન્ટેક્ટથી દૂર રહેવું જોઈએ, જેથી તેમને ઇન્ફેક્શન લાગે નહિ અને બની શકે તો હાથ ખિસ્સામાં રાખવા.
હોસ્પિટલમાંથી ઘેર જતી વખતે દર્દીએ હોસ્પિટલ સ્ટાફ પાસેથી દવા અને બીજી સૂચનાઓ સમજી લેવી અને ઘેર જઈને તેનું પાલન અચૂક કરવું. ખાસ કરીને હાર્ટ ફેલ્યર હોય, ડાયાબિટીસ કે સ્ટ્રોક હોય, તેમણે આ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આંકડાશાસ્ત્ર બતાવે છે કે આવા દર્દના દર્દીઓ આવું ધ્યાન ન રાખવાના કારણે પાંચમાંથી એક વ્યક્તિને 30 દિવસમાં જ ફરીથી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
ત્યાર પછી સવાલ જવાબમાંથી પણ પ્રેક્ષકોને ઘણી જાણકારી મળી. લલિતભાઈ મહેતાએ અનુસંધાનમાં મેડિકલ ટ્રાવેલ ઇન્શ્યુરન્સનું મહત્ત્વ સમજાવી આ ઇન્શ્યુરન્સ પણ લેવાની સલાહ આપી.
ડો. પંડ્યાનો માહિતીસભર વાર્તાલાપ પ્રેક્ષકો માટે રસપ્રદ રહ્યો. સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
માંદગી પહેલાંની શારીરિક ચકાસણીની સેવાઓ
સંસ્થાનાં મેમ્બર રીટાબહેન પારેખ, જેઓને સંપૂર્ણ શારીરિક ટેક્નિશિયનનો 31 વર્ષનો અનુભવ છે, તેઓએ જણાવ્યું કે અમારી કંપની જેઓ પાસે ઇન્શ્યુરન્સ છે તેઓને વિનામૂલ્યે ભ્શ્વફૂરુફૂઁદ્દજ્ઞ્રુફૂ ર્ણ્ફૂીશ્રદ્દત્ર્ ઘ્઱્ીશ્વફૂની સેવાઓ આપે છે. જેઓને હેલ્થ ઇન્શ્યુરન્સ ન હોય તેઓને પણ માત્ર 40 ડોલર જેવી રકમનો મેમોગ્રામ અને ઇકો કાર્ડિયોગ્રામ જેવી સેવાઓ આપે છે.
દર્દ થયા પહેલાં શરીરની સંપૂર્ણ ચિકિત્સા અને ભ્શ્વફૂરુફૂઁદ્દજ્ઞ્રુફૂ ર્ણ્ફૂીશ્રદ્દત્ર્ ઘ્઱્ીશ્વફૂ માટેના પરિપત્રો પણ આપ્યા. તેમની આ સર્વિસ સેવાઓમાં સિનિયર સેન્ટર સહયોગ આપે છે, પરંતુ તે સાથે એવી સ્પષ્ટતા પણ કરે છે કે આ બાબતના પરિણામ અને ખર્ચ માટે સેન્ટર કે સેન્ટરની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો જવાબદાર નથી.
ત્યાર બાદ ડો. સ્મિતા ગુહા કે જેઓ પ્રોફેશનલ સિંગર છે, તેમણે ગીતો અને ભજનોનો સુંદર કાર્યક્રમ રજૂ કર્યો, જેમાં ‘ઢોલી તારો ઢોલ બાજે’ વગેરે ગીતોમાં પ્રેક્ષકોએ ડાન્સ કર્યો. તેમણે વિખ્યાત સંગીતકાર બપ્પી લહેરી અને અનુપ જલોટાનાં ગીતો પણ રજૂ કર્યાં.
ત્યાર પછી સેન્ટરના ઉપપ્રમુખ પંકજભાઈ પરીખે આગામી કાર્યક્રમોની જાહેરાત કરી અને સુંદર ભોજનનો સ્વાદ માણી સૌ આનંદપૂર્વક વિદાય થયા.
(અહેવાલઃ નરેશ ટી. શાહ, ફોટોગ્રાફઃ નરેન્દ્ર ચોકસી)