ઇન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ન્યુ જર્સી દ્વારા સ્વાતંત્ર્ય દિન ઊજવાશે

ન્યુ જર્સી– ઇન્ડો-અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ ન્યુ જર્સી બિનનફાકારક સંગઠન છે, જે સેન્ટ્રલ જર્સીમાં આવેલું છે. આ સંસ્થા દ્વારા 19મી ઓગસ્ટ, રવિવારે સવારે 11થી બપોરે બે વાગ્યા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ, 329, કલ્વર રોડ, સાઉથ બ્રન્સવિકમાં ભારતના 72મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થશે.
આ પ્રસંગે લગભગ 300થી 400 નાગરિકો ઉપસ્થિત રહેવાની ધારણા છે. છેલ્લાં આઠ વર્ષની ભવ્ય સફળતા અને સમુદાયના ખૂબ જ બહોળા પ્રતિસાદને અનુલક્ષીને સંસ્થા ફરી એક વાર આ ઉજવણી કરી રહી છે, જેમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ડાન્સ પરફોર્મન્સ, પરંપરાગત ભારતીય નૃત્યો, દેશભક્તિનાં ગીતો, બાળકો માટેની પ્રવૃત્તિઓ, લાઇવ મ્યુઝિક, ડીજે વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાઇવ ડીજે અને મ્યુઝિક ડીજે દર્શન (નોર્થ બ્રન્સવિક) રજૂ કરશે. હીના ટેટૂ, ફેસ પેઇન્ટિંગ, બાળકો માટે અનેકવિધ રમતો રજૂ કરાશે. પરંપરાગત ભારતીય સ્વાદીષ્ટ વ્યંજનોનો આસ્વાદ પણ માણી શકાશે.
કાર્યક્રમમાં અમેરિકા અને ભારતનું રાષ્ટ્રગીત પણ રજૂ થશે. સ્થાનિક અને રાજ્ય કક્ષાના જાહેર પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયા, ટીવી એશિયા, આઇટીવી ગોલ્ડ, મસાલાજંક્શનડોટકોમ, એઇટકે રેડિયો, અકિલા ન્યુઝ, સેન્ટિનેલ, સાઉથ બ્રન્સવિક પેચ, રેડિયો દિલ, રેડિયો ચાઇ, ગુજરાત સમાચાર, ઇન્ડિયાલાઇફ એન્ડ ટાઇમ્સ, દેશી કનેક્ટ, હાઇઇન્ડિયા, ઇન્ડિયા વેસ્ટ વગેરે આ કાર્યક્રમનાં મિડિયા સપોર્ટર્સ છે.