ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા આયોજિત વાર્ષિક હેલ્થ ફેર


ન્યુ જર્સીઃ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા ન્યુ જર્સીમાં વિહોકમમાં શ્રી સ્વામીનારાયણ ટેમ્પલમાં 20મી મે, રવિવારે વાર્ષિક હેલ્થફેર યોજાયો હતો, જેમાં 150થી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો. 75 પુરુષો અને મહિલાઓને સ્થળ પર જ પ્રોસ્ટેટ, સર્વાઇકલ-બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવામાં આવી હતી, જેમાં ફ્રી મેમોગ્રામનો પણ સમાવેશ થતો હતો.
આ આરોગ્ય શિબિર વિહોકમ ટેમ્પલના સહયોગથી યોજાઈ હતી, જે ન્યુ જર્સીનાં સૌથી જૂનાં હિન્દુ મંદિરોમાંનું એક મંદિર છે. ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, જેણે આ બીજા વર્ષે આ કેમ્પનું આયોજન સાઉથ એશિયન સમુદાયના જરૂરિયાતમંદ નાગરિકોના લાભાર્થે કર્યું હતું.
ફિઝિશિયનો, મેન્ટલ હેલ્થ પ્રોવાઇડર્સ, અન્ય હેલ્થકેર પ્રોફેશનલોએ સેવા આપી હતી, જેમાં ઇન્ટરનલ મેડિસિન, કાર્ડિયોલોજી, ઓપ્થેલ્મોલોજી, ફિઝિકલ થેરપી, ઇકેજી ટેક્સ, મેડિકલ આસિસ્ટન્ટ્સ, નર્સો, સામાજિક કાર્યકરો, મેડિકલના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો.


સ્ટેટ ઓફ ધ ન્યુ જર્સી કમિશન ફોર ધ બ્લાઇન્ડની સમર્પિત ટીમે દર્દીઓની આંખની તપાસ કરી હતી.
અત્યાર સુધીમાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુ જર્સી દ્વારા સાઉથ એશિયન સમુદાયોના દસ હજારથી વધુ જરૂરિયાતમંદ નાગરિકોની તપાસ કરવામાં આવી છે. આ સંસ્થાની સ્થાપના 1998માં ન્યુ જર્સીમાં થઈ હતી.
આગામી હેલ્થ ફેર રવિવારે આઠમી જુલાઈએ બાલાજી ટેમ્પલ, 26મી ઓગસ્ટે દુર્ગા ટેમ્પલ અને 18મી નવેમ્બરે સ્વામિનારાયણ ટેમ્પલ સિકોક્સમાં યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here