ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા મધર્સ ડે, મેમોરિયલ ડે, ગુજરાત ડે ઊજવાયા


શિકાગોઃ ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યોની માસિક સામાન્ય સભા માનવસેવા મંદિર બેન્સનવિલ, શિકાગોમાં મળી હતી, જેમાં 210 સભ્યોએ હાજરી આપી હતી. મણિલાલ પટેલ, ચંદ્રકાન્ત પટેલ અને ભીખાભાઈ પટેલે સર્વેને આવકાર આપ્યો હતો અને જુલાઈ માસની પિકનિકમાં જોડાનારા સભ્યોનાં નામનું રજિસ્ટ્રેશન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કારોબારી સમિતિના સભ્ય ભૂપેન્દ્ર સુથાર, હેમા શાસ્ત્રી, નલિની શાહ, પન્ના શાહ અને મયૂરા દેસાઈએ સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કર્યું હતું. ત્યાર પછી સર્વે સભ્યોએ સામૂહિક રીતે હનુમાન ચાલીસાનું ગાન કર્યું હતું. અરવિંદભાઈ કોટકે ‘એક જ દે ચિનગારી મહાનલ’ ભજન ગાયું હતું અને શ્રીમતી પન્ના શાહે ‘માં મુઝે અપને આંચલમેં છુપા લે’ ભજન સુંદર સ્વરમાં ગાયુ હતું. નલિન શાહે બર્થડે કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. સીવી દેસાઈએ એપ્રિલ મહિનાનો આવકજાવકનો હિસાબ રજૂ કર્યો હતો, સાથે ડોનેશન આપનાર સભ્યોનાં નામ જાહેર કર્યાં હતાં.
ત્યાર પછી એડવાઇઝરી કમિટીના સભ્ય શરદભાઈ શાહે ગુજરાત સ્થાપના દિન પ્રસંગે વક્તવ્ય રજૂ કર્યું હતું. ગુજરાતના ઝડપી આર્થિક વિકાસ અંગે આંકડાકીય માહિતી આપી તેમણે જણાવ્યું કે ગુજરાત એ ભારતનું ઝવેરાત છે અને સમગ્ર દેશના અર્થતંત્રનું ગ્રોથ એન્જિન છે.
કારોબારી કમિટીના સભ્ય અરવિંદભાઈ કોટકે મેમોરિયલ ડે અંગે માહિતી આપી હતી. દર વર્ષે મે મહિનાના છેલ્લા સોમવારે મેમોરિયલ ડે ઊજવાય છે.
મધર્સ ડેની ઉજવણી પ્રસંગે હેમા શાસ્ત્રીએ પદ્ય સ્વરૂપમાં માતાના ગુણોનું સુંદર વર્ણન કર્યું હતુ. ત્યાર પછી 77 વર્ષ ઉપરની ઉંમરની મધર્સને આગળ બોલાવી ખુરસીઓ પર બેસાડી તેઓનું ગુલાબનાં ફૂલોથી
ડો. રસિકભાઈ શાહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મધર્સ ડેને અનુરૂપ ભદ્રાબહેને ‘મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ, જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ ગીત ગાયું હતું. ભૂપેન્દ્ર સુથારે ‘મધર્સ ડે’ને અનુરૂપ કેટલીક શાયરીઓ રજૂ કરી હતી.
કારોબારી કમિટીના સભ્ય કાંતિભાઈ પટેલે મધર્સ ડે પ્રસંગે સિનિયર ભાઈ-બહેનો દ્વારા 25 જેટલાં સુંદર ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં તે મગાવ્યાં હતાં અને બધાં ભાઈ-બહેનોને ચિત્રો સાથે બધાની સામે ઊભા રાખ્યાં હતાં અને દરેક કલાકારને પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઈ પટેલ દ્વારા ગુલાબનું ફૂલ આપી સન્માન્યા હતા.
મનુભાઈ શાહે નર્તન સંસ્થાનાં સંચાલિકા મૃગાક્ષી પટેલની ઓળખવિધિ કરાવી હતી. મૃગાક્ષીબહેને તેમની સંસ્થા દ્વારા 16મી જૂન, 2018એ ઉજવાનારા નૃત્ય પ્રોગ્રામ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સી. વી. દેસાઈએ મૃગાક્ષીબેનનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.
લ્ં્યશ્રસ્ર્ ઘ્઱્ીશ્વફૂ લ્ફૂશ્વરુજ્ઞ્ણૂફૂસ્ર્ના ચિરાગ શાહની ઓળખાણ હીરાભાઈ પટેલે આપી હતી. ચિરાગભાઈ શાહે મેડિકેર-મેડિકેડ દ્વારા કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સિનિયરોને નર્સિંગ સેવા, ફિઝિકલ થેરપી, સ્પીચ થેરપી, હોમ મેકર જેવી અનેક સેવાઓ ઉપલબ્ધ છે. ઇન્ડિયન સિનિયર ઓફ શિકાગોના પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઈ પટેલે ચિરાગ શાહનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.
સેક્રેટરી હીરાભાઈ પટેલે આચાર્ય ડો. સી. એલ. શાસ્ત્રીના અવસાન નિમિત્તે શોક ઠરાવ રજૂ કર્યો હતો અને અને બધા સભ્યોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નલિનભાઈ શાહે 26મી જુલાઈના દિવસે યોજાયેલા વિસ્કોન્સિન ડેલ્સની ટુર અંગે, હેમાબહેન શાસ્ત્રીએ 26મી ઓગસ્ટના રોજ યોજાનાર કસીનો ટુર અંગે માહિતી આપી હતી અને સભ્યોને તેનો લાભ લેવા વિનંતી કરી હતી.
ડો. નરસિંહભાઈ પટેલે ઓગસ્ટની 11મી તારીખે સંસ્થાના સિનિયર સભ્યો દ્વારા થનારા મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવા સર્વે સભ્યોને વિનંતી કરી હતી. જુલાઈની 14મી તારીખે આયોજિત વાર્ષિક પિકનિકના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી અને આ પિકનિક માટે સર્વે ભાઈબહેનોને કેશ કે વસ્તુના રૂપમાં મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષની પિકનિક માટે સર્વ સભ્યોએ ઉદારતાથી દાન આપ્યું છે તે માટે સર્વે સભ્યોનો આભાર માનવામાં આવ્યો.
અંતમાં શ્લોકનું પઠન કરીને સ્વાદિષ્ટ ભોજન આરોગી સર્વે સભ્યોએ સહર્ષ વિદાય લીધી હતી.