ઇન્ડિયન -કોરિયા સમિટમાં મોદીનું વકતવ્યઃ ભારતને આધુનિક આર્થિક સત્તા બનાવવાનું મિશન

0
727
IANS

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આયોજિત ભારત- કોરિયા વ્યાપાર સંમેલનમાં કહ્યું હતું કે, આ સંમેલનને કારણે બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે. કાયૅ ક્ષમતાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર છે. અમે ભારતને પ્રાચીન પરંપરામાંથી આધુનિક અને ફોર્મલ ઈકોનોમીમાં પરિવર્તિત કરવાનો ધ્યેય નિશ્ચત કર્યો છે. આજે ભારત સમગ્ર દુનિયામાં સૌથી વધુ ગતિશીલ અર્થતંત્ર ધરાવે છે.

 તેમણે ભારત અને કોરિયાની પરસ્પરની સમાનતા અંગે બોલતાં કહ્યું હતું કે, બુધ્ધની વાત હોય કે બોલીવુડની વાત હોય, પ્રિન્સે્સથી શરૂ કરીને પોએટ્રી સુધીની બાબત હોય- ભારત અને કોરિયા વચ્ચે ખાસ્સી સમાનતા છે. દુનિયામાં થોડાક જ રાષ્ટ્રો એવાં છે કે જેમના અર્થતંત્રમાં ત્રણ મહત્વનાં અંગ એકસાથે જોવા મળે છે. એ ફેકટર છે- ડેમોક્સી, ડેમોગ્રાફી અને ડિમાન્ડ . અમને એ વાતનું ગૌરવ છે કે આ ત્રણે ફેકટરો ભારત પાસે મોજૂદ છે. કોરિયાએ પોતાના ઉત્પાદનો વૈશ્વિક સ્તરે પહોંચાડ્યા છે, એ પ્રશંસનીય અને આશ્ચર્ય પમાડે એવી બાબત છે.