ઇતની શક્તિ હમેં દેના…ના ગીતકાર અભિલાષનું નિધન

 

મુંબઈઃ ‘અંકુશ’ ફિલ્મના લોકપ્રિય ગીત ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ લખનાર ગીતકાર અને લેખક અભિલાષનું રવિવારે નિધન થયું હતું. તેઓ ૭૪ વર્ષના હતા. તેમનું સાચું નામ ઓમપ્રકાશ હતું. તેમણે ૪૦ વર્ષ સુધી હિંદી સિનેમામાં કામ કર્યું હતું. તેમણે લખેલા ગીતોમાં ‘સાંજ ભઇ ઘર આજા’, ‘આજ કી રાત ન જા’, ‘વો જો ખત મુહબ્બત મેં’ જેવા લતા, મુકેશ અને ઉષાના કંઠે ગવાયેલા ગીતો લોકપ્રિય રહ્યા હતા. ઘણી ફિલ્મોમાં પટકથા સંવાદ લેખક તરીકે પણ કામ કર્યું. તેમને કન્સર હતું અને ૧૦ વર્ષથી તેઓ પથારીવશ હતા. તેમની આથિર્ક સ્થિતી સારી ન હતી.