ઇઝરાયલી હેરોનને લેસર ગાઇડેડ બોમ્બથી સજ્જ કરવા સેનાની ભલામણ

 

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ બનેલો છે. બંને દેશો વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે પરંતુ ચીન દરેક સમજુતીને નજરઅંદાજ કરી દે છે. ચીની સેના વારંવાર ઉશકેરવાવાળી હરકતોનો વળતો જવાબ આપવા માટે ભારતીય સેનાએ તૈયારી શરૂ કરી દીધી છે. ભારતીય સશસ્ત્ર દળ પોતાને હેરોન ડ્રોનને લઈને ગાઇડેડ બોમ્બ અને એન્ટી ટેંક મિસાઇલ જેવી ક્ષમતાઓથી લેસ કરવાની યોજના બનાવી રહી છે. તેનાથી ન્ખ્ઘ્ પાર દુશ્મનના નાપાક ઇરાદાને નેસ્તનાબુદ કરવામાં મદદ મળશે. 

ઇઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ વર્તમાનમાં ભારતની ત્રણેય સેનાઓ કરી રહી છે. સશસ્ત્ર દળોએ તેના માટે પ્રોજેક્ટ ચીતા નામના પ્રસ્તાવને ફરી શરૂ કર્યો છે. આ પ્રસ્તાવ ઘણા સમયથી પેન્ડિંગ હતો અને તેના પર ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ આવવાનું અનુમાન છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સૂત્રોએ જણાવ્યુ, આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ત્રણેય સેનાઓના ૯૦ હેરોન ડ્રોનને લેઝર ગાઇડેડ બોમ્બ, હવાથી જમીનમાં અને હવામાં મારનારી એન્ટી ટેન્ક મિસાઇલોથી લેસ કરી અપગ્રેડ કરવામાં આવશે. 

આ પ્રોજેક્ટમાં સશસ્ત્ર દળોના ડ્રોનને મજબૂત મોનિટરિંગ સિસ્ટમથી લેસ કરવાનો પ્રસ્તાવ છે. તેમાં ભારતીય દળોને દુશ્મનની સ્થિતિ જાણવામાં મદદ મળશે અને તેમાં લેસ હથિયારોથી જરૂર પડવા પર તેને તબાહ કરી શકાશે. ભારતના મધ્યમ ઊંચાઈવાળા અને લાંબી ક્ષમતાઓવાળા ડ્રોન કે અનમેન્ડ એરિયલ વ્હીકલના બેડામાં મુખ્યત્વે ઇઝરાયલી હેરોન ડ્રોન અને સાધનો સામેલ છે. 

આ ડ્રોન્સને થલ સેના અને વાયુ સેના બંનેએ ચીનની સાથે સરહદની પાસે લદ્દાખ સેક્ટરમાં મુખ્ય સ્થાનો પર તૈનાત કર્યાં છે. આ ડ્રોન ચીની સેનાની પાછળ હટવાની સ્થિતિની પુષ્ટિ કરવામાં અને ઊંડાણવાળા વિસ્તારમાં તેના દ્વારા કરવામાં આવતા નિર્માણ કાર્યોની જાણકારી મેળવવામાં પણ મદદ કરી રહ્યાં છે. સૂત્રોએ કહ્યું કે, આ અપગ્રેડેડ ડ્રોનનો ઉપયોગ પરંપરાગત સૈન્ય ગતિવિધિઓ અને ભવિષ્યમાં આતંક વિરુદ્ધ પણ કરી શકાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here