ઇજિપ્તના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત કર્યો

ઈજિપ્તઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસ માટે અમેરિકા અને બે દિવસના ઇજિપ્તના પ્રવાસ પહોંચ્યા હતા. ઇજિપ્તની મુલાકાત દરમિયાન ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. સીસીએ તેમને ઇજિપ્તનું સર્વોચ્ચ રાજકીય સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એનાયત કર્યુ હતું.
ઈજિપ્તમાં તેને ‘કિલાદત અલ નાઇલ’ કહેવામાં આવે છે. તેની શરૂઆત ૧૯૧૫માં સુલતાન હુસૈન કામિલ દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડએવા લોકોને આપવામાં આવે છે જેમણે દેશની સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોય. ઇજિપ્ત ૧૯૫૩માં પ્રજાસત્તાક બન્યું અને તે પછી ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ને દેશના સર્વોચ્ચ સન્માનનો દરજ્જો આપવામાં આવ્યો.
પ્રધાનમંત્રી મોદી અને સીસીએ કેટલાક એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરવાનો ઉલ્લેખ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસ બાદ ત્યાંથી સીધા ઇજિપ્તના પ્રવાસે પહોંચ્યા હતા.ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાહિરામાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, નવીનીકરણ ઊર્જા, સંસ્કૃતિ અને સામાન્ય જનતાના પરસ્પર સંપર્ક સહિત વ્યૂહાત્મક ભાગીદારીને વધારવાની રીત પર ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે કૃષિ, પુરાતત્વ અને ધરોહર તથા પ્રતિસ્પર્ધા કાયદાના ક્ષેત્રમાં પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીની ઇજિપ્ત પ્રવાસ અંગે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના પ્રધાનમંત્રી મુસ્તફા મેડબોલી વચ્ચે ગઈકાલે પ્રતિનિધિમંડળ સ્તરની રાઉન્ડટેબલ બેઠક યોજાઈ હતી, જેમાં રિન્યુએબલ એનર્જી, આઈટી, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી પર ચર્ચા થઈ હતી. પ્રધાનમંત્રીના ઇજિપ્ત પ્રવાસ દરમિયાન ૪ મહત્વપૂર્ણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે, સ્મારકોની સુરક્ષા અને સંરક્ષણ અંગે પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મૈડબૌલીએ પ્રધાનમંત્રી મોદી સાથે નાઇલ નદીના પશ્ચિમ કિનારે બનેલા ચોથા રાજવંશના ત્રણ પિરામીડની મુલાકાત લીધી હતી. પિરામિડ જોયા બાદ મોદીએ ટ્વિટ કર્યુ કે મારી સાથે પિરામીડ જોવા જવા માટે હું વડાપ્રધાન મુસ્તફા મૈડબોલીનો આભાર માનું છું. અમે અમારા રાષ્ટ્રોના સાંસ્કૃતિ ઇતિહાસ અને આવનારા સમયમાં આ સંબંધોને કેવી રીતે ગાઢ બનાવી શકાય તેના પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here