આ સમય પીએમ મોદી સામે નહિ કોરોના સામે લડવાનો છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઈમાં સરકારને સૂચન આપવાની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મહત્ત્વનું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સમય છે કે આખો દેશ એક થઈને કોરોના વાઇરસ સામેની લડાઈ લડે. આ સ્થિતિમાં હું પીએમ મોદી સાથે લડાઈ કરવા માંગતો નથી. ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, સૌથી પહેલા કોરોના સામેની લડાઈમાં તમે જ સરકારને ચેતવણી આપી હતી. જવાબમાં તેમણે કહ્યું હતું કે, મને કોઈ વસ્તુની ક્રેડિટ નથી જોઈતી. હું ઈચ્છુ છું કે લોકો સુરક્ષિત રહે.