આ દેશમાંથી મળ્યો કોરોનાનો ચોથો સ્ટ્રેન, બ્રિટન અને દ. આફ્રિકાના સ્ટ્રેનથી છે અલગ

 

જાપાનઃ યુકે, નાઇજિરીયા અને દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા પ્રકારથી લોકોની ચિંતા ઓર વધી છે. આ નવા પ્રકારો અંગે હજી સંશોધન અને અભ્યાસ ચાલી જ રહ્યો છે એવામાં વધુ એક માઠા સમાચાર આવ્યા છે. હવે જાપાનમાં કોરોનાનો એક ચોથો નવો પ્રકાર જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ પ્રકાર યુકે, નાઇજિરીયા અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા મ્યુટેશન/ નવા પ્રકાર /તાણ કરતાં અલગ છે. મળતી માહિતી મુજબ તે બ્રાઝિલથી જાપાન પહોંચ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે.

આ સ્ટ્રેન બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા સ્ટ્રેનથી અલગ છે. જાપાન સરકારના જણાવ્યા પ્રમાણે હાલમાં ચાર લોકોમાં કોરોનાનો નવો તાણ જોવા મળ્યો છે, જેમાં ૪૦ વર્ષનો પુરુષ, ૩૦ વર્ષની સ્ત્રી અને બે કિશોરોનો સમાવેશ થાય છે. આ પહેલા જાપાનમાં યુકે અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા તાણના લગભગ ૩૦ કેસ નોંધાયા છે. આ સિવાય રશિયા અને મેક્સિકોમાં પણ કોરોના વાઇરસના નવા તાણ જોવા મળ્યા છે. આપને જણાવી દઇએ કે કોરોનાનો નવા તાણ ભારત સહિત ૪૦ થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યા છે.