આસારામ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ટવીટર પર મૂકતા લોકો પ્રત્યે નારાજગી વ્યકત કરતા અભિનેતા ફરહાન અખ્તર

0
593

આસારામના કેસનો ચુકાદો જાહેર થઈ ગયો છે. આસારામને થયેલી સજા બાબત લોકો ટવીટ કરીને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વીટર પર આસારામ સાથેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકયો હતો. એ જોઈને જાણીતા અભિનેતા ફરહાન અખ્તરે નારાજગી પ્રકટ કરી હતી. તેમણે ટવીટર પર જણાવ્યું હતું કે, આ તસવીર ઘણા વખત અગાઉની છે. ત્યારે આસારામ પર કોઈ આરોપ મૂકાયો નહોતો. આ રીતે પીએમ મોદીની તસવીરનો ઉપયોગ કરવો એ ખોટું છે. આવી પ્રવૃત્તિ યોગ્ય ન ગણાય