આસારામબાપુના કેસનો ચુકાદો આવતી કાલે જેલના સંકુલમાં જ સંભળાવાશે

0
906
IANS

દુષ્કર્મના આરોપી આસારામબાપુ છેલ્લા પાંચ વરસથી જેલની સજા ભોગવી રહ્યા છે. હાલમાં તેઓ જોધપુરની સેન્ટ્રલ જેલમાં છે. તેમના સમર્થકો કશી ઘાંધલ- ધમાલ કરીને પરિસ્થિતિને વણસાવે નહિ તે માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે. કેસનો ચુકાદો જજ દ્વારા જોધપુર જેલના સંકુલમાં જ રજૂ કરાશે. તનાવની પરિસ્થિતિને રોકવા જોધપુરમાં અને જેલ પરિસરની સીમામાં 144મી કલમ લાગુ કરવામાં આવી છે. આસારામ સામેને આરોપ જો પુરવાર થાય તો તેમને દસ વરસની કેદની સજા થઈ શકે છે.