આસામ-મેઘાલય વચ્ચે ૫૦ વર્ષ જૂનો સરહદ વિવાદ ઉકેલાયો

 

આસામઃ આસામ અને મેઘાલયની સરકારોએ તેમના ૫૦ વર્ષ જૂના પેન્ડિગ સીમા વિવાદને ઉકેલવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં આંતર-રાજય સરહદ સમસ્યાઓના ઉકેલ માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તક્ષાર કર્યા.

આ અવસરે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજનો દિવસ વિવાદ મુકત પૂર્વોત્તર માટે ઐતિહાસિક દિવસ છે. જયારથી મોદી દેશમાં વડાપ્રધાન બન્યા છે ત્યારથી પૂર્વોત્તરની શાંતિ પ્રક્રિયા, વિકાસ અને સમૃદ્ઘિ અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ એમઓયુ પછી અમે બીજા તબક્કાની શરૂઆત કરીશું અને બાકીની ૬ વિવાદીત જગ્યાઓને આગામી ૬-૭ મહિનામાં ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ કહ્યું કે સૌ પ્રથમ હું ગૃહપ્રધાન અમિત શાહનો ઉત્તર-પૂર્વના રાજયોમાં નિર્દેશ આપવા બદલ આભાર માનું છું. આજે ઠરાવનો પ્રથમ તબકકો થયો છે. આસામના સીમેઅ હિમંતા બિસ્વા સરમાના કારણે જ આ શકય બન્યું છે. હું સમિતિના તમામ સભ્યો અને બંને રાજયોના અધિકારીઓનો પણ આભાર માનું છું. અમે અમારા રાજયો વચ્ચેના વધુ મતભેદોને વહેલી તકે ઉકેલવાનો પ્રયાસ કરીશું. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા અને તેમના મેઘાલય સમકક્ષ મેઘાલય કોનરાડ કે સંગમાએ બંને રાજયોના મુખ્ય સચિવો તેમજ આ રાજયોના અન્ય અધિકારીઓ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. આસામ અને મેઘાલય વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિગ (એમમોયુ) પર હસ્તાક્ષર કરતા પહેલા ગૃહમંત્રાલય સાથે ચર્ચાનો અંતિમ રાઉન્ડ પણ યોજાયો હતો.

 આ વિવાદ ૧૯૭૨થી જ શરૂ થયો હતો. ત્યારબાદ આસામમાંથી મેઘાલયને નવા રાજય તરીકે કોતરવામાં અવ્યું તે જ સમયે, મેઘાલયે સરહદમાં સ્થાયી થયેલા ૧૨ વિસ્તારોને લઇને આસામ પુનર્ગઠન અધિનિયમ, ૧૯૭૧ને પડકાર્યો હતો. ૮૮૪.૯ કિલોમીટર લાંબી સરહદના ૧૨થી વધુ વિસ્તારોમાં બંને વચ્ચે વિવાદ થયો હતો. આ ૧૨ વિવાદિત વિસ્તારોમાં ઉપરી તારાબારી, ગજાંગ, રિઝર્વ ફોરેસ્ટ, હાહિમ, લંગપીહ, બોરદુઆર, બોકલાપારા, ખાનાપારા-પિલંગકાટા, દેશદેમોરિયા બ્લોક-વન અને બ્લોક-ટુ, ખંડુલી અને રેટાચેરાનો સમાવેશ થાય છે.

પૂર્વોત્તરમાં પહાડોના આધારે અલગ રાજયોની રચના કરવામાં આવી હતી, જેના કારણે વસ્તીની વચ્ચેથી જિલ્લાઓની સીમાઓ બનાવવામાં આવી હતી. આસામ અને મેઘાલય વચ્ચે પણ આવું જ થયું. જયારે મેઘાલય અલગ રાજય બન્યું, ત્યારે ખાસ અને ગારો સમુદાયના ઘણા લોકો મેદાનોમાં રહી ગયા હતા. બાદમાં આ લોકોના વિકાસને લઇને વિવાદ શરૂ થયો હતો. આસામની ધરતી પર ઘણા લોકો રહે છે, પરંતુ તેમનું નામ મેઘાલયમાં નોંધાયેલું છે. વિવાદને કારણે બંનેના નકશામાં કોઇ સુધારો થયો ન હતો.