આસામ-મેઘાલયમાં પૂરનો પ્રકોપ ૧૭૦૦ ગામ પાણીમાં ડૂબ્યાઃ જનજીવન અસ્ત-વ્યસ્ત

 

આસામઃ દેશના કેટલાક ભાગમાં હજુપણ આગ ઓકતી ગરમી પડી રહી છે અને લોકો વરસાદી છાંટાની રાહ જોઇ રહ્ના છે. પરંતુ કેટલાક રાજ્ય ઍવા છે જ્યાં અત્યારે વરસાદ આફત બનીને ત્રાટક્યો છે. આસામમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે અને હજારો ગામ પૂરની ચપેટમાં છે. તો બીજી તરફ મેઘાલયમાં પણ વરસાદ અને પૂરથી હાલત સંકટગ્રસ્ત બની ગઇ છે. લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. 

આસામના બજલી, વક્સા, બારપેટા, વિશ્વનાથ, બોંગાઇગામ, ચિરાંગ, દરાંગ, ઘેમાજી, ડિબ્રૂગઢ, ધુબરી, દીમા હસાઓ, ગોલાપારા, હોજઇ, કામરૂપ અને કામરૂપ મેટ્રોપોલિટન સહિત ૨૫ જિલ્લામાં પૂરથી ૧૧ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે ગોલપારા, દીમા હસાઓ અને ઉદલગુરીમાં ચાર લોકોનું પૂરની ઘટનાઓમાં મોત થયું છે. રાજ્યમાં મૃતકોની સંખ્યા અત્યાર સુધી ૪૬ થઇ ગઇ છે. 

બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધી રહ્નાં છે, જ્યારે માનસ, પગલાડિયા, પુથિમારી, કોપિલી અને ગોરંગા નદીઓ ઘણા સ્થળો પર ખતરાથી ઉપર વહી રહી છે. ધુબરી અને નેમાટીઘાટમાં બ્રહ્મપુત્રનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. બીજી તરફ ગુહાવાટી શહેરમાં ભૂસ્ખલનની ઘણી ઘટનાઓની યાદી મળી છે. અહીં નૂનમતી વિસ્તારોના અજંતાનગરમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઉપરાંત ઍડીઆરઍફની ટીમો પ્રભાવિત લોકો વચ્ચે બચાવવા અને રાહત સામગ્રી વહેચવાના કામમાં જોડાઇ ગઇ છે. 

ભારે વરસાદે પૂર પ્રભાવિત જિલ્લામાં ૧૯૭૮૨.૮૦ હેક્ટર પાકભૂમિને જળમગ્ન કરી દીધી છે. રાજ્ય સરકારના આંકડા અનુસાર ૭૨ રેવન્યુ ચેમ્બર્સના અંતગર્ત આવનાર ૧,૫૧૦ ગામ હાલ પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદની ચેતાવણીને જોતાં કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવામાં આવી છે. પૂર પ્રભાવિત જિલ્લામાં વહિવટીતંત્રઍ ઍલર્ટ જાહેર કરતાં લોકોને અપી